ETV Bharat / state

ડીઝલમાં જગતના તાતને સબસીડી આપોઃ ભારતીય કિસાન સંઘ

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ખેડૂતોને ખેતીમાં ઉપયોગમાં લેવાતા યાંત્રિક સાધનોમાં ઈંધણ તરીકે ડીઝલનો ઉપયોગ થાય છે. જે કારણે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોને ડીઝલમાં સબસીડી આપવા માટે માગ કરી છે.

ભારતીય કિસાન સંઘ
ભારતીય કિસાન સંઘ
author img

By

Published : Jun 27, 2020, 5:20 PM IST

જૂનાગઢઃ ભારતીય કિસાન સંઘ ખેડૂતોની વ્હારે આવ્યું છે. જેટ ગતિએ વધી રહેલા પેટ્રોલિયમના ભાવોને લઇને ખેડૂતોને ડીઝલમાં રાહત આપવાની માંગ કરી છે. પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવને લઇને મોંઘવારી પણ સતત વધી રહી છે. ત્યારે જગતનો તાત ડીઝલમાં વધી રહેલા ભાવોને લઇને આર્થિક સંકળામણ અનુભવી રહ્યો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરીને ડીઝલમાં સબસિડી આપવી જોઈએ તેવી માંગ ભારતીય કિસાન સંઘે કરી છે.

ભારતીય કિસાન સંઘ- ડીઝલમાં જગતના તાતને સબસીડી આપો

ડીઝલના ભાવ

  • જૂન 27, 2020 - 77.76 ₹/L +0.24
  • જૂન 26, 2020 - 77.52 ₹/L +0.21
  • જૂન 25, 2020 - 77.31 ₹/L +0.15
  • જૂન 24, 2020 - 77.16 ₹/L 0.00

સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને જગતનો તાત આજે મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દરરોજ ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલ અને પેટ્રોલ માં સરેરાશ 8થી 10 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે, ત્યારે આધુનિક ટેકનોલોજીના સહારે ખેતી કરતા ખેડૂતોને પડ્યા પર પાટું સમાન માર પડી રહ્યો છે. જેને ધ્યાને રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને ડીઝલમાં સબસીડી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

જૂનાગઢ કિસાન સંઘ
મનસુખભાઈ પટોળીયા

આજના સમયમાં ખેડૂત સમગ્ર વિશ્વ સાથે તાલ મેળવવા માટે દેશી પદ્ધતિની ખેતીની જગ્યાએ આધુનિક સાધનોની મદદથી ખેતી કરતો થયો છે. ખેતી કામમાં વપરાતા તમામ સાધનો પેટ્રોલ-ડીઝલ મારફતે ચાલતા હોય છે. તેવા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેને અયોગ્ય ગણાવીને સરકારના આ પગલાની નિંદા ભારતીય કિસાન સંઘે કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોને અંકુશમાં લાવવા માટે અસમર્થ હોય તો ખેડૂતોને ડીઝલમાં સબસીડી આપી રાહત આપવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘે કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.