- માણેકવાડા ગામના એક ભૂંડ ભગાડવાનું બનાવ્યું
- મશીન બનાવવાનો ખર્ચ માત્ર 150થી 200 રૂપિયા
- ભૂંડ, રોજ, નીલગાય સહિતના પશુઓ ભાગડે છે આ મશીન
જૂનાગઢ : ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને કૃષિ એ દેશનું આર્થિક અંગ છે. ત્યારે કૃષિપ્રધાન દેશના ખેડૂતો પણ પ્રગતિશીલ બની પોતાની અલગ જ ઓળખ ઉભી કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના કેશોદ તાલુકામાં આવેલા માણેકવાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ભૂંડ ભગાડવાનું મશીન બનાવ્યું છે.
ભૂંડ ભગાડવાના મશીનનો ખર્ચ માત્ર 150થી 200 રૂપિયા
હાલ ખેડૂતોનો મોલ જંગલી જનવરો તેમજ ભૂંડ, રોજ, નીલગાય સહિતના જંગલી પશુઓ પાકને ભારે નુકસાન કરી રહ્યા છે. ત્યારે આનાથી કેમ બચવું તેમાં એક માણેકવાડા ગામના ખેડૂતે પોતાની કોઠાસુજથી માત્ર 150થી 200 રૂપાયા જેવા મામુલી ખર્ચમાં આ મશીન બનાવામાં આવ્યું છે.
ધડાકાના અવાજથી ખેતરમાં રહેલા પશુ ડરીને નાસી છૂટે છે
આ મશીન દ્વારા ફટાકડાની ધડાકો કરતા ભૂંડ, રોજ, નીલગાય સહિતના પશુઓ આ ધડાકો સાંભળીને ડરીને તે જગ્યા છોડીને જતા રહે છે. આ ધડાકો આકાશ તરફ કરવાનો હોય છે. જેથી આખા ખેતરમાં આ ધડાકાના અવાજથી ખેતરમાં રહેલા પશુ ડરીને નાસી છૂટે છે.