ETV Bharat / state

Summer 2023: આકરી ગરમીથી બચવું છે તો જાણી લો સરળ અને હાથવગા ઉપચારો

રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આવી આકરી ગરમીમાં લોકોએ રાહત મેળવવા માટે કેવા પ્રકારના ખોરાક લેવા. તેમ જ આ માટે કયા કયા હાથવગા ઉપાયો છે. આ અંગે ETV Bharatના સંવાદદાતાએ તબીબ પાસે માહિતી મેળવી હતી.

Summer 2023: આકરી ગરમીથી બચવું છે તો જાણી લો સરળ અને હાથવગા ઉપચારો
Summer 2023: આકરી ગરમીથી બચવું છે તો જાણી લો સરળ અને હાથવગા ઉપચારો
author img

By

Published : Mar 2, 2023, 4:17 PM IST

ડોક્ટરે આપી ટિપ્સ

જૂનાગઢઃ ઉનાળાના દિવસો બિલકુલ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે આકરી ગરમી અને ત્યારબાદ થનારી અનેક મુશ્કેલીઓથી બચવા માટે હાથવગા ઉપચારો તબીબો સૂચવી રહ્યા છે. આકરા ઉનાળા દરમિયાન માત્ર તકેદારી અને સાવચેતીથી કોઈ પણ વ્યક્તિ માત્ર ખોરાકની જરૂરિયાત અને તેના પ્રકારમાં બદલાવ કરીને આકરી ગરમીમાં પણ પોતાની પ્રકારનું રક્ષણ કરી શકે છે.

આ પણ વાંચોઃ Heat wave in Gujarat: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તાપમાનને લઈને શું કરી આગાહી જાણો.....

ગરમીથી બચવા આ રહ્યા સરળ ઉપચારોઃ હવામાન વિભાગે પણ આ વર્ષે ખૂબ જ આકરી અને અકડાવનારી ગરમી પડશે તેને લઈને ચેતવણીની સાથે એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે ગરમીથી કોઈ પણ વ્યક્તિ બિલકુલ આસાનીથી પોતાની જાતનો બચાવ કરી શકે છે. માત્ર થોડી તકેદારી અને કામકાજના સમયમાં યોગ્ય બદલાવ તેમ જ ઉનાળા દરમિયાન ખોરાક અને તેને લેવાના સમયગાળા તેમ જ ખોરાકના પ્રકારમાં સામાન્ય ફેરફાર અને સુધાર કરીને કોઈ પણ વ્યક્તિ આકરી ગરમી અને તેના નુકસાનથી બચી શકે છે, જેને લઈને જૂનાગઢના તબીબ ડોક્ટર નીતિ ગઢવીએ એકદમ સરળ અને કોઈ વ્યક્તિ સરળતાથી અપનાવી શકે તે પ્રકારનો ડાયટ પ્લાન આપ્યો છે.

લીલા શાકભાજી અને પ્રવાહી બચાવશે ગરમીથી: જૂનાગઢના તબીબ ડોક્ટર નીતિ ગઢવીએ ઉનાળાની ગરમીથી કોઈ પણ વ્યક્તિને ખોરાક અને તેને લેવાની આદતોથી મુક્તિ અપાવશે. ઉનાળાના દિવસો દરમિયાન પ્રત્યેક વ્યક્તિએ અનાજને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાનું ટાળવું જોઈએ. ગરમીના દિવસો દરમિયાન શક્ય હોય તો પ્રત્યેક વ્યક્તિએ લીલા શાકભાજી અને ફળ પર ખોરાકની દિનચર્યા નિર્ધારિત કરવી જોઈએ.

વધુ ભોજનગ્રહણ કરવું નુકસાનકારકઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળાના દિવસો દરમિયાન ખૂબ વધારે પ્રમાણમાં ભોજનગ્રહણ કરવું પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગરમીના દિવસો દરમિયાન પ્રવાહી ફળોના રસ અને જ્યુસને ખાસ કરીને દિવસ દરમિયાન સૌથી વધારે મહત્વ આપવું જોઈએ, જેને લઈને આકરી ગરમીમાંથી રાહત મળી શકે તેમ જ ફળના રસ અને જ્યુસ શરીરને જોઈતી શક્તિ પૂરી પાડી શકે. સાથે સાથે અનાજ જેવા ભોજનથી શરીરમાં જે નુકસાન થઈ શકે છે. તેને ગરમીના દિવસો દરમિયાન પણ ઓછું કરવામાં ફળના રસ અને જ્યુસ અસરકારક સાબિત થઈ શકે છે.

છાશ અને પ્રવાહી શરીર માટે રક્ષણાત્મકઃ ઉનાળા દરમિયાન લોકોએ ગરમીમાંથી બચવા પ્રવાહીને મહત્વના ખોરાક તરીકે અપનાવવું પડશે. ગરમીના દિવસોમાં છાશ, પાણી, ફળને ખોરાક તરીકે લેવાની સાથે તેના રસ અને જ્યુસનું પણ પુષ્કળ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો ફાયદો થશે. આ પ્રકારની ખોરાકની આદતો બચાવી શકશે. વધુમાં કોઈ પણ વ્યક્તિએ ગરમીના દિવસો દરમિયાન ઓછામાં ઓછું ત્રણ લીટર અને મહત્તમ જેટલું પી શકાય તેટલું પાણી પીવું ખૂબ જ મહત્વનું મનાય છે. ગરમીના કારણે શરીરમાંથી પાણીની કમી ખૂબ ઝડપથી થતી હોય છે. ત્યારે ગરમીને કારણે શરીરમાંથી ઘટેલા પાણીને પૂરક તરીકે છાશ ફળના જ્યુસ રસની સાથે પાણી ગરમીથી શરીરમાંથી બહાર નીકળેલા પાણીની કમી પૂરી કરી શકે છે

આ પણ વાંચોઃ Today Gujarat Weather: ખેડૂતોને ઉપાધી, આવતા 5 દિવસમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા

યોગ્ય તકેદારી રાખશે બીમારીઓથી દૂરઃ ઉનાળામાં શરીરમાંથી પાણી ઘટી જવાના કારણે સામાન્ય સમસ્યા ઊભી થાય છે, જેના કારણે સ્ટ્રોક આવવાની સાથે કેટલાક કિસ્સામાં લોહીનું દબાણ વધી જવું. આકરી ગરમીને કારણે બ્રેઈન સ્ટ્રોક કે હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. આ તમામ આકસ્મિક સમસ્યાઓ અને બીમારી શરીરમાંથી અચાનક ઓછા થયેલા પાણીના સ્તરને કારણે ઉદ્ભવી શકે છે, જેથી પ્રત્યેક વ્યક્તિએ ઉનાળાના દિવસો દરમિયાન શરીરમાં પાણીનો પ્રવાહ સતત રાખવાથી બીમારીઓની સાથે આકરી ગરમીમાંથી પણ કોઈ પણ વ્યક્તિને મુક્તિ મળી શકે છે. ગરમીના દિવસો દરમિયાન શરીરને આરામ અને પોષણ મળી રહે તે માટે મોટા ભાગના કામો સવારના 12 સુધી પૂર્ણ કરી લેવા અને દિવસ દરમિયાન ભોજનનો ચોક્કસ નિર્ધારિત સમય નક્કી કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ ગરમીમાંથી પણ મુક્તિ મેળવી શકે છે અને આ તમામ ઉપચારો એકદમ હાથવગા આજે પણ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.