જૂનાગઢઃ દિવાળીમાં યોગ્ય પાત્રને દાન આપવાથી આ પર્વની સાચી ઉજવણી થઈ ગણાય. જૂનાગઢમાં એક એનજીઓએ દિવાળી પર્વની સાચી ઉજવણી કરી છે. શહેરમાં રહેતા ગરીબ બાળકોને આ એનજીઓ ઓન્લી ઈન્ડિયને કપડા અને મીઠાઈનું વિતરણ કર્યુ છે. આ એનજીઓની વિશેષતા એ છે કે આ એનજીઓ એક માણસ દ્વારા ચાલે છે.
એનજીઓની કામગીરીઃ જૂનાગઢમાં રહેતા ગરીબ બાળકોને દિવાળીમાં કપડા અને મીઠાઈનું વિતરણ ઓન્લી ઈન્ડિયન એનજીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ એનજીઓને દાતાઓ યથા યોગ્ય રોકડ રકમ, નવા-જૂના કપડા અને મીઠાઈઓ આપે છે. ઓન્લી ઈન્ડિયન એનજીઓએ આ વર્ષે 6થી લઈને 10 વર્ષના બાળકોમાં કપડા અને મીઠાઈનું વિતરણ કર્યુ છે. જેને ઓન્લી ઈન્ડિયન ગરીબ બાળકોમાં વિતરણ કરી તેમના ચહેરા પર સ્મિત રેલાવે છે.
અનોખું એનજીઓઃ ઓન્લી ઈન્ડિયન એનજીઓ માત્ર એક જ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે. આ એનજીઓના ફાઉન્ડર પોતે પણ ઓન્લી ઈન્ડિયન તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. આ અનોખું એનજીઓ દરેક ધર્મના તહેવારોમાં એક્ટિવ રહે છે. જે તે ધર્મમાં નાગરિકો પાસેથી દાન મેળવીને ગરીબ બાળકોમાં તેનું વિતરણ કરે છે. જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એમ દરેક ધર્મના તહેવારોમાં આ એનજીઓના ફાઉન્ડર ઓન્લી ઈન્ડિયન દાતાઓ પાસેથી દાન લઈને ગરીબ બાળકોને દરેક ધર્મના તહેવારની ઉજવણીમાં મદદ કરે છે. આજે જૂનાગઢમાં ઓન્લી ઈન્ડિયન કોઈ ઓળખાણના મોહતાજ રહ્યા નથી. અમુક નિયમિત દાતાઓ તો તહેવાર ટાણે ઓન્લી ઈન્ડિયનનો સામેથી સંપર્ક કરીને દાન કરતા હોય છે.
વર્ષ દરમિયાન તેમની પાસે જે આર્થિક અનુદાન એકત્ર થાય છે ઉપરાંત કેટલાક નાગરિકો દ્વારા કપડા, મીઠાઈ, ફટકાડા, તેમજ તહેવારને અનુરુપ ચીજવસ્તુઓ આપવામાં આવે છે તેને અમારુ એનજીઓ ગરીબ બાળકોમાં વિતરણ કરી દે છે. ઓન્લી ઈન્ડિયને શૈક્ષણિક ચીજવસ્તુઓનું પણ અનેકવાર જરુરિયાતમંદ બાળકોમાં વિતરણ કર્યુ છે...ઓન્લી ઈન્ડિયન (ફાઉન્ડર, ઓન્લી એનજીઓ, જૂનાગઢ)