ETV Bharat / state

Junagadh Crime : ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હીથી મંગાવવામાં આવેલો દારૂ જૂનાગઢથી પકડી પાડતી પોલીસ

જૂનાગઢ પોલીસે દિલ્હીથી મંગાવવામાં આવેલો દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. મામલાને લઇને દારુ મંગાવનાર જેતપુરની કંપની અને મોકલનાર દિલ્હીની કંપની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે દારુની 28 બોટલ જપ્ત કરી હતી.

Junagadh Crime : ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હીથી મંગાવવામાં આવેલો દારૂ જૂનાગઢથી પકડી પાડતી પોલીસ
Junagadh Crime : ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હીથી મંગાવવામાં આવેલો દારૂ જૂનાગઢથી પકડી પાડતી પોલીસ
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 9:04 PM IST

જૂનાગઢ : દારૂના બુટલેગરો અને પાર્ટી કરવાના શોખીનો નિતનવા પ્રકારે દારૂ મંગાવાના કીમિયા અને કારસ્તાનો અજમાવી રહ્યા છે. પરંતુ પોલીસ પણ કીમિયાખોરો કરતા એક ડગલું આગળ હોય તેમ આજે જૂનાગઢ પોલીસે દિલ્હીથી ટ્રાન્સપોર્ટમાં મંગાવવામાં આવેલ દારૂની 28 બોટલ પકડી પાડી હતી. જૂનાગઢ પોલીસે જેતપુરની કંપની અને દારૂ મોકલનાર દિલ્હીની કંપની વિરુદ્ધ કેસ રજીસ્ટર કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે માધ્યમોને આપી વિગતો : જૂનાગઢ પોલીસે આજે ચોક્કસ બાતમીને આધારે નવતર પ્રકારે દારૂનું કનસાઈનમેન્ટ પકડી પાડ્યુ છે. સમગ્ર મામલાને લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા માધ્યમોને વિગતો આપવામાં આવી છે. તે મુજબ ટ્રાન્સપોર્ટમાં કેટલાક લોકો દારૂ મંગાવી શકે છે તેવી બાતમીને આધારે રાજકોટ રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા અહીંથી 28 બોટલ પરપ્રાંતી દારૂ મળી આવ્યો છે. સમગ્ર મામલામાં પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર જેતપુર અને દિલ્હીની બંને કંપની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિલ્હીથી આવેલ દારૂનું પાર્સલ જૂનાગઢ પોલીસે પકડ્યું : તહેવારોના સમયમાં પર પ્રાતીય દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરો અને તહેવારોના દિવસોમાં દારૂ પાર્ટી માટે કુખ્યાત શોખીન નબીરાઓ દ્વારા નત નવા પ્રકારે શોખ અને વેપારને પૂરો કરવા માટે દારૂ મંગાવવામાં આવી રહ્યો છે. બુટલેગરો અને પાર્ટીના શોખીનો કરતા એક ડગલું આગળ જૂનાગઢ પોલીસ આજે જોવા મળી દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફતે મગાવવામાં આવેલ પરપ્રાતીય દારૂની 28 બોટલો જૂનાગઢ પોલીસે પકડી પાડીને જૂનાગઢમાં દારૂ ઘુસાડવાના નવતર કાર્યસ્થાનનો પર્દાફાશ કર્યો છે.

બાતમીને આધારે પોલીસને મળી સફળતા : તહેવારો અને ખાસ કરીને દિવાળીના સમયમાં બુટલેગરો અને પાર્ટીના શોખીનો નત નવા પ્રકારે દારૂ મંગાવી શકે છે તેવી ચોક્કસ બાતમીને આધારે જુનાગઢ એલસીબીને મળેલી નક્કર હકીકત બાદ જુનાગઢ રાજકોટ રોડ પર આવેલા એક ટ્રાન્સપોર્ટમાં તપાસ કરવામાં આવી હતી. અહીં પ્લાસ્ટિકના બોક્સમાં બે પાર્સલ શંકાસ્પદ રીતે જોવા મળ્યા હતાં જેની તપાસ કરતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની 28 બોટલ પરપ્રાંતીય દારૂની બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત 58 હજારની આસપાસ થવા જાય છે. પોલીસની કાર્યવાહી દરમિયાન જેતપુરની પૂજા એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ દારૂનું આ પાર્સલ મંગાવ્યું હતું. જેને દિલ્હીના સદર બજાર સ્થિત શિવા ટ્રેડિંગ નામની કંપનીએ મોકલ્યું હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ બંને કંપની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

  1. Gujarat Liquor Case : અરે રે રે...અમદાવાદ ગાંધીનગરમાં આટલો બધો દારૂ ઝડપાયો?
  2. Surat Crime : સુરતના ઓલપાડમાં બ્રાંડેડ કંપનીના નામે બોટલોમાં રી-પેકિંગ કરેલો દારુ વેચવાનું ફરી એક નેટવર્ક પકડાયું
  3. Vadodara Crime : લોટની બેગોની આડમાં લઈ જવાતો લાખો રુપિયાનો દારુ ઝડપાયો, પોલીસને જોઇ છૂ થઇ ગયો ટેમ્પાચાલક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.