- હાથ ઉછીના લીધેલા પૈસા પરત નહીં કરતા થઈ બે વર્ષની સજા
- ઉછીના પૈસાના બદલામાં આપવામાં આવેલો ચેક રિટર્ન થતાં કોર્ટે ફટકારી સજા
- ફરાર વ્યક્તિને શોધી કાઢવા કોર્ટે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને કર્યો આદેશ
જૂનાગઢ: શહેરના એક વેપારી પાસેથી આરોપી વ્યક્તિ જતીન સોઢાએ કેટલાક રૂપિયા ઉછીના લીધા હતા. જેના બદલામાં વેપારીને જતીન સોઢાએ કેટલાક ચેક આપ્યા હતા, જે પરત ફરતા વેપારીએ આરોપી જતીન સોઢા વિરુદ્ધ જૂનાગઢ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આજે બુધવારે સુનાવણી થતાં કોર્ટે આરોપી જતીન સોઢાને બે વર્ષની સજા ફટકારવાનો હૂકમ કર્યો હતો. આજે કેસ અંતિમ ચુકાદા તરફ હોય આરોપી જતીન સોઢા ફરાર થઈ જવામાં સફળ રહ્યું છે. જેને પકડી પાડવા માટે જૂનાગઢ જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને કોર્ટે આદેશ પણ કર્યો છે.
આ પણ વાંચો - જૂનાગઢ પોલીસે ઉમટવાડા પાસેથી અંદાજિત રૂપિયા 9 લાખથી વધુનો દારૂ પકડી પાડ્યો
આરોપીને પકડી પાડવા માટે કોર્ટે જિલ્લા પોલીસવડાને પણ કર્યો આદેશ
જૂનાગઢ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને પકડી પાડવા CRPCની ધારા 70 મુજબ પકડ વોરંટ દર મહિનાની પહેલી તારીખે ઉજવણીમાં પોલીસ દ્વારા કેવા પગલા લેવામાં આવ્યા છે તેની જાણકારી પણ કોર્ટને આપવા હુકમ કર્યો છે. આ ઉપરાંત ફરિયાદીને વળતરરૂપે જમીન મહેસૂલની રકમ વસૂલ કરવા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે ઓનલાઈન ચિટિંગ કરતા નાઇજીરિયનની ધરપકડ