જૂનાગઢઃ રાજ્ય પ્રદેશ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વધુ એક વખત કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પૂર્વ પાસ કન્વીનર અમિત પટેલની જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ પણ સુરેશ કોટડિયાને શહેર કોંગ્રેસ પ્રમુખના કાર્યકારી હોદ્દા પર બેસાડવામાં આવ્યા હતા. ક્યારે તેમને દૂર કરીને વધુ એક કાર્યકારી પ્રમુખને શહેર કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી, ત્યારે સોમવારે કાર્યકારી પ્રમુખ અમિત પટેલે હોદ્દાનો પદભાર ગ્રહણ કર્યો હતો.
છેલ્લા છ મહિનાથી જૂનાગઢ શહેર કોંગ્રેસનું ગાડું કાર્યકારી પ્રમુખથી ગભળાવવાનું ચાલુ હતું ત્યાં સોમવારના રોજ ફરી એક વખત જૂનાગઢ શહેર કોગ્રેસને અમીત પટેલના રુપમાં કાર્યકારી પ્રમુખ મળ્યા છે.