ETV Bharat / state

Chaitra Agiyaras : 71 પેઢીના આત્માઓને મોક્ષ માટે ભાવિકોએ કુંડમાં લગાવી ડૂબકી - જૂનાગઢમાં પિતૃકાર્ય

જૂનાગઢના દામોદર કુંડમાં ચૈત્રી અગિયારસના પર્વે ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને પિતૃકાર્ય કર્યું છે. ચૈત્રી અગિયારસના પર્વે સ્નાન અને પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી રેડવાની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ અગિયારસના દિવસે પિતૃકાર્ય કરવાથી 71 પેઢીના આત્માઓને મોક્ષ મળતો હોય છે.

Chaitra Agiyaras : 71 પેઢીના આત્માઓને મોક્ષ માટે ભાવિકોએ કુંડમાં લગાવી ડૂબકી

author img

By

Published : Apr 1, 2023, 3:14 PM IST

ચૈત્રી અગિયારસના દિવસે ભાવિકોએ દામોદર કુંડમાં લગાવી આસ્થાની ડુબકી

જૂનાગઢ : આજે ચૈત્રી અગિયારસનો પાવનકારી પર્વ છે, ત્યારે હિન્દુ નવા વર્ષ તરીકે ઓળખાતા ચૈત્ર મહિનામાં અગિયારસથી પૂનમના પાંચ દિવસોને ધાર્મિક દૃષ્ટિએ મહત્વના માનવામાં આવે છે. ચૈત્રી અગિયારસના દિવસે ભાવિકોએ પવિત્ર દામોદર કુંડમાં આસ્થાની ડુબકી લગાવીને પિતૃ તર્પણ કાર્ય કરતા હોય છે.

આજે ચૈત્રી અગિયારસ : સનાતન ધર્મ સંસ્કૃતિમાં ચૈત્ર મહિનાને હિન્દુ નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે. ચૈત્ર મહિનાનો ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું ઉલ્લેખ આદિ અનાદિ કાળથી થતો આવ્યો છે. ચૈત્ર મહિનાની અગિયારસથી પૂનમના પાંચ દિવસો દરમિયાન ધાર્મિક કાર્યને મહત્વપૂર્ણ અને ઈચ્છાપૂર્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, આ પાંચ દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું આવતું હોય છે. ત્યારે આજે અગિયારસના દિવસે ભાવિ ભક્તોએ પવિત્ર દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને તેમના પિતૃના તર્પણ અને મોક્ષાર્થે પીપળે પાણી રેડીને ચૈત્રી અગિયારસની ધાર્મિક રીતે ઉજવણી કરી હતી.

આ પણ વાંચો : Ram Navami: એક સાથે બે પર્વને લઈને સ્વામિનારાયણ મંદિરે હરિભક્તોનો બેવડો આનંદ

શારીરિક દ્રષ્ટિએ લાભકારી : સનાતન ધર્મ સંસ્કૃતિની પ્રાચીન લોક વાયકા અને દંતકથા મુજબ ચૈત્ર મહિનામાં પિતૃઓનું તર્પણ કરવાથી તમામ પિતૃઓનો મોક્ષ થાય છે. સાથે સાથે આજના દિવસે કરેલી ધાર્મિક વિધિ માનસિક અને શારીરિક દ્રષ્ટિએ પણ ખૂબ લાભકારી હોવાનું માનવામાં આવે છે. જેથી ચૈત્ર મહિનાની અગિયારસના દિવસે પવિત્ર નદી ઘાટ તળાવ સરોવરમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. જેને લઈને આજે પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ પોતાના પિતૃઓનું તર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : Mahatma Gandhi Death Anniversary : દામોદર કુંડમાં થયું હતું મહાત્મા ગાંધીજીની અસ્થિનું વિસર્જન

આજના દિવસે 71 પેઢીનું થાય છે તર્પણ : સનાતન ધર્મની પરંપરા મુજબ ચૈત્ર મહિનાની અગિયારસના દિવસે પિતૃકાર્ય કરવામાં આવે તો 71 પેઢીના આત્માઓને મોક્ષ મળતો હોય છે. જેને કારણે ચૈત્ર મહિનાની અગિયારસમાં પવિત્ર સ્નાન અને પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી રેડવાની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. તેના માટે આજે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દામોદર કુંડ ખાતે ઉમટી પડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.