ETV Bharat / state

Video Viral : પાણીની ટાંકીમાં ભેંસોનું મોઢું હલવાણું, બહાર નથી નીકળતું! જૂઓ વિડીયો - ભેંસનો વાયરલ વિડીયો

નાની પ્લાસ્ટિકની પાણીની ટાંકીમાં એક સાથે બે ભેંસોના મુખ ફસાણા છે. બન્ને ભેંસો પોતાનું માથું ટાંકીમાંથી બહાર કાઢવાની મથામણ કરે છે પણ નિકળતું નથી. હાલ આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિશેષ બન્યો છે.

Video Viral : પાણીની ટાંકીમાં ભેંસોનું મોઢું હલવાણું, બહાર નથી નીકળતું! જૂઓ વિડીયો

author img

By

Published : Mar 21, 2023, 3:49 PM IST

પાણીની ટાંકીમાં ભેંસો ફસાણી વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

જૂનાગઢ : પશુ, પક્ષી, માનવ સહિતના અનેક પ્રકારના અચરજ ઉભા કરે તેવો વિડીયો વાયરલ જોયા હશે. પરતું અમારી પાસે હાલ બે ભેંસ ફસાઈ હોવાનો વિડીયો આવ્યો છે. પ્લાસ્ટિકની પાણીની ટાંકીમાં બે ભેંસ ફસાણી હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાણીની ટાંકીમાં ભેંસના મુખ ફસાઈ ગયા છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો વારંવાર જોયા રાખે છે.

બે ભેંસના મુખ ફસાયા : પ્લાસ્ટિકની પાણીની ટાંકીની અંદર એક સાથે બે ભેંસ ફસાણી છે. બે ભેંસો શિંગડા અને મોઢા સાથે ફસાયેલા જોવા મળી રહી છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે બે ભેંસ પાણીની ટાંકીમાં ફસાય છે. આ બન્ને ભેંસો પોતાનું માથું ટાંકીમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહી છે. પરતું આ બંને ભેંસોનું મુખ બહાર નીકળતું નથી. ત્યારે હાલ આ ભેંસનો વિડીયો વાયરલ થતાં સોશિયલ મિડીયા યુઝર્સમાં ચર્ચાનો ભાગ બન્યો છે.

આ પણ વાંચો : Viral Video: સમુહ લગ્નના મંડપમાં આખલાઓનું ધીંગાણું, માંડ માંડ શાંત પડ્યા, જૂઓ વિડીયો

ક્યાં વિસ્તારનો છે આ વિડીયો : સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે કયા વિસ્તારનો છે અને કેટલા સમય પૂર્વેનો છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ રહ્યું છે, પરંતુ જે રીતે ભેંસો પ્લાસ્ટિકની પાણીની ટાંકીમાં ફસાયેલી જોવા મળે છે. તે વિડિયો જોતા સૌ કોઈને પ્રથમ નજરે અચરજ ઉભી કરે છે. ભેંસોના ખૂબ મોટા શિંગડા અને માથું પણ મોટું હોય છે. આવી પરિસ્થિતિમાં એક સાથે બે ભેંસો પ્લાસ્ટિકની ટાંકીના નાના ખુલી જગ્યામાં કઈ રીતે દાખલ થઈ હશે. તેને લઈને પણ નવાઈની વાતો ચાલી રહી છે.

આ પણ વાંચો : Viral Video: આખલાએ સિંહ સામે દેખાડ્યો દમ, ક્યારેક તો વનરાજાએ પણ ભાગવું પહે હો!

ભેંસોને સફળતા મળતી નથી : આ વિડીયો જેટલા સમય સુધી દેખાય છે, ત્યારે સુધી ભેંસોને પાણીની ટાંકી માંથી બહાર નીકળવાની સફળતા મળતી નથી, બંને ભેસો મથામણ કરી રહી છે. પાસે ઉભેલા કેટલાક લોકોનો અવાજ પણ આ વીડિયોમાં સંભળાય છે, પરંતુ તેઓએ ભેંસોને પાણીની ટાંકીમાંથી મુક્ત કરાવી કે કેમ તેને લઈને કોઈ કારણ આપી શકાય તેમ નથી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો તેને ખૂબ જ અચરજ ભર્યા માહોલની વચ્ચે જોઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.