- સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શાબ્દિક રાજકારણની થઈ શરૂઆત
- વિસાવદરમાં વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પ્રમુખે તાલુકા કોંગ્રેસ પ્રમુખને આપી ચેલેન્જ
- ચૂંટણી પહેલાનું રાજકારણ જૂનાગઢ જિલ્લામાં શરૂ, જેનું કેન્દ્ર વિસાવદર્ બન્યું
જૂનાગઢઃ આગામી દિવસોમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત રાજ્યનો ચૂંટણીપંચ કરશે, ત્યારે સાચું રાજકારણ જવા મળશે. પરંતુ જ્યાં સુધી ચૂંટણીની જાહેરાત નથી થઈ ત્યાં સુધી ચૂંટણીને લગતી રાત કાના શરૂ થઇ ચૂક્યું છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં કિસાન યોજનાનું આયોજન કરાયું હતું, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિકાસના દાવા કર્યા હતા. તેને કાયાથી ઉડાવીને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાંદરીયાએ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને વિકાસને લઇને ચેલેન્જ આપી હતી અને માધ્યમોમાં સામે આવીને વિકાસના કામોને લઈને પોતાનો દાવો કેટલો મજબુત છે તો સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લામાં શાબ્દિક રાજકારણના શ્રી ગણેશ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ધીરે ધીરે રાજકીય માહોલ ગરમ થતો હોય તેવું જુનાગઢ જિલ્લામાંથી બહાર આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા વિસાવદર તાલુકાના કેટલાક ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાની યોજના કિસાન સુર્યોદય યોજનાનો વિધિવત અમલીકરણ કરાવ્યો હતો, ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વારતોરિયા દ્વારા કિરીટ પટેલને વિકાસના કામોને લઈને પડકાર ફેંકવામાં આવ્યો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન ભાઈએ કિરીટ પટેલને પડકાર આપતા કહ્યું હતું કે, સરકાર દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે અને માધ્યમો સમક્ષ આવીને કોના કાર્યકાળ દરમિયાન અને કયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ કામો થઇ રહ્યા છે એવું પ્રજા સમક્ષ જાહેરમાં આવીને ખુલાસો કરો તો ભાજપની જે વિકાસના કામો કરવાની ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે તેની પોલ ખોલવા માટે કરશનભાઈ વારતોરીયાએ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને પડકાર ફેંક્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડૂતલક્ષી વિકાસના કામોની પાછલા એક અઠવાડિયાથી લોકાર્પણની સીઝન ખુલતા રાજકારણ ગરમાયું
ભાજપને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતો અને ખેડૂતલક્ષી યોજનાને કેન્દ્રસ્થાને રાખીને આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં સોંગઠા ગોઠવવા માટેના પ્રયાસો અત્યારથી શરૂ કરી દીધા છે. જેમાં હવે રાજકારણ પણ જોવા મળી રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ ખેડૂતલક્ષી યોજનાઓ છે. તે ભાજપ સરકારની દેન ગણાવી રહ્યા છે તો બીજી તરફ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ તમામ વિકાસના કામોને વિસાવદરના સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પ્રયાસોથી અને તેમની ગ્રાન્ટ માથી શરું કરવામાં આવ્યું છે, ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂત અને ખેડૂતલક્ષી યોજનાઓ કેન્દ્ર સ્થાને રાખીને ભાજપ અને કોંગ્રેસ જિલ્લા અને તાલુકા પંચાયત કબજે કરવા કમર કસે પરંતુ હજુ ચૂંટણીની જાહેરાત નથી થઈ તેવા સમયે વિકાસના કામને લઈને દાવાઓ અને પ્રતિદાવાઓ થઈ રહ્યા છે. જેને આગામી દિવસોમાં મતદારો પણ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને રાખીને પોતાનો મત આપશે તેવું વર્તમાન સમયમાં લાગી રહ્યું છે.