જૂનાગઢ : જુનાગઢ જિલ્લાને કૃષિ પ્રધાન જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. અર્થવ્યવસ્થા સાથે સંપૂર્ણપણે જોડાયેલો કૃષિનો વ્યવસાય આજે આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યો છે. પાછલા પાંચેક વર્ષથી જૂનાગઢ જિલ્લાના યુવાન ખેડૂતો કૃષિમાં નવા સંશોધનો તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર જિલ્લાના સુખપર ગામના યુવાને મધ ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે, વર્તમાન સમયમાં મધની માંગ સતત વધી રહી છે, ત્યારે ખેતી પાકોની સાથે આ મધનું ઉત્પાદન ખેડૂતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવી રહ્યું છે.
આ પણ વાંચો : Junagadh news: આ ગામના ખેડૂતને ગાજરની ઉન્નત ખેતી બદલ પદ્મશ્રી એવોર્ડથી કરાયા સન્માનિત
કૃષિ પ્રધાન જિલ્લામાં મધની ખેતી : સુખપુર ગામના યુવાન અને પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરીને કૃષિપાક તરીકે પૂરક પાકમાં મધ ઉછેર કેન્દ્ર થકી સારુ આર્થિક વળતર મેળવ્યું છે. પાછલા પાંચેક વર્ષથી સુખપર ગામનો યુવાન ખેડૂત આશિષ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરીને ખેતીની દિશામાં એક અનુકરણીય દાખલો બેસાડી રહ્યો છે. 50 મધમાખીની પેટીથી શરૂ થયેલું મધ ઉછેર કેન્દ્ર આજે ખેતીની સરખામણીએ સારું આર્થિક વળતર આપી રહ્યું છે. સાથે સાથે ખેતર વિસ્તારમાં મધમાખીઓની હાજરીને કારણે કુદરતી રીતે વનસ્પતિમાં થતી દેહ ધાર્મિક ક્રિયાઓમાં પરાગનયન વખતે ખૂબ ઉપયોગી બની રહે છે.
આ પણ વાંચો : Gir Somnath News : ધીરજના ફળ મીઠા, 17 વર્ષ બાદ મળી સફળતા, ખેડૂતે કેરીની વચ્ચે કર્યું કાજુનું વાવેતર
ઉનાળા દરમિયાન મધ ઉછેર કેન્દ્રમાં વિક્ષેપ : ઉનાળાની ઋતુમાં મધ ઉછેર કેન્દ્રમાં થોડો વિક્ષેપ આવતો હોય છે. ઉનાળા દરમિયાન મોટે ભાગે ફુલ આધારિત ખેતી પાકો હોતા નથી. જેને કારણે મધમાખીઓને ફૂલમાંથી રસ ચૂસીને કુત્રિમ રીતે બનાવેલી મધ પેટીઓમાં તેને સંગ્રહ કરવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે. પરંતુ ઉનાળાને બાદ કરતા અન્ય સિઝનમાં મધનું ઉત્પાદન ખેડૂતોની અપેક્ષા મુજબ અને કેટલાક ખિસ્સામાં ખૂબ જ વધારે જોવા મળે છે. પ્રારંભિક તબક્કામાં મધ ઉછેર કેન્દ્ર શરૂ થયા બાદ તેમાં શારીરિક શ્રમ અને થોડીક તકેદારી ખેડૂતો દ્વારા રાખવામાં આવે તો ખૂબ સારું આર્થિક વળતર મધ ઉછેર કેન્દ્ર થકી પણ ખેડૂતો મેળવી શકે છે.