ETV Bharat / state

Junagadh News : બહાઉદ્દીન કોલેજના 125 વર્ષ પૂર્ણ, મિસ્ત્રીની કળા નીચે તૈયાર થયેલું નિર્માણ એશિયામાં સર્વોત્તમ

ઝવેરચંદ મેઘાણી, સરદાર પટેલ અને ધૂમકેતુ જેવા સાહિત્યકારોએ જ્યાં શિક્ષણ પ્રાપ્ત કર્યું તે કોલેજના 125 વર્ષ પૂર્ણ થયા છે. બહાઉદ્દીન કોલેજ વિદ્ઘાની ભૂખ ધરાવતા વિદ્યાર્થીઓ માટે હંમેશા ધમધમતી રહી છે. તેમજ મિસ્ત્રીની કળા નીચે તૈયાર કરવામાં આવેલું બાંધકામ આજે પણ એશિયામાં સર્વોત્તમ માનવામાં આવે છે.

Junagadh News : બહાઉદ્દીન કોલેજના 125 વર્ષ પૂર્ણ, મિસ્ત્રીની કળા નીચે તૈયાર થયેલું નિર્માણ એશિયામાં સર્વોત્તમ
Junagadh News : બહાઉદ્દીન કોલેજના 125 વર્ષ પૂર્ણ, મિસ્ત્રીની કળા નીચે તૈયાર થયેલું નિર્માણ એશિયામાં સર્વોત્તમ
author img

By

Published : Mar 25, 2023, 12:53 PM IST

સ્થાપનાના 125 વર્ષ બાદ શિક્ષણની ભૂખ માટે આજે પણ ધમધમી રહી છે બહાઉદ્દીન કોલેજ

જૂનાગઢ : સૌરાષ્ટ્રની જે તે સમયે સૌથી મોટી બહાઉદ્દીન કોલેજ તેના શિલારોપણ વિધિને 125 વર્ષ પૂર્ણ કર્યા છે. 25મી માર્ચ 1897માં દિવસે જે તે સમયે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કાઠીયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે નિમાયેલા જે.એમ. હંન્ટરના હસ્તે બહાઉદીન કોલેજના શિલારોપણ વિધિ પૂર્ણ થયો હતો. જેને આજે 125 વર્ષ પૂર્ણ થયા છે. સ્થાપનાથી લઈને અત્યાર સુધી શિક્ષણની જ્યોત માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં બહાઉદ્દીન કોલેજ આજે અદકેરા શિક્ષણ ધામ તરીકે ઓળખાઇ રહી છે.

1897માં મળી વર્કિંગ કમિટીની બેઠક : બહાઉદ્દીન કોલેજના નિર્માણને લઈને 28 જાન્યુઆરી 1897ના દિવસે વર્કિંગ કમિટીની પ્રથમ બેઠક મળી હતી. જેમાં અમૃતજી કચ્છી પુરુષોત્તમ ગાંધી. સુંદરજી રાણા અને ત્રિભુવનદાસ શાહની કમિટી બહાઉદ્દીન કોલેજ જેવા શિક્ષણ ધામ બનાવવાને લઈને સંમતિ આપી હતી. ત્યારબાદ 25મી માર્ચ 1897ના દિવસે કોલેજના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કોલેજમાં શિક્ષણ કાર્ય શરૂ થયું તેના પ્રથમ સ્નાતક હોવાનું ગર્વ જનાર્દન સાઠેને મળ્યું હતું. કોલેજમાં શિક્ષણ કાર્ય શરૂ થયું, ત્યારે પ્રથમ પ્રિન્સિપાલ તરીકે માર્ક હેસ્કથે બે વર્ષ સુધી સેવાઓ આપી હતી.

આ પણ વાંચો : International Book Day: જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ લાઇબ્રેરીમાં 200 વર્ષ જૂની ગોલ્ડ પ્લેટેડ ગ્રંથો છે, જાણો આ વિશેષ અહેવાલ

જેઠા મિસ્ત્રીએ કર્યું બાંધકામ : આજથી 125 વર્ષ પૂર્વે ઇજનેરી દુનિયાનો વિકાસ થયો ન હતો, ત્યારે બહાઉદ્દીન કોલેજના નિર્માણ કાર્ય સાથે નિરક્ષર જેઠા ભાગા નામના મિસ્ત્રીનો પણ ખૂબ જ સિંહફાળો જોવા મળે છે. મોટા ભાગનું કામ જેઠા ભગા મિસ્ત્રીની રાહબરી નીચે પૂર્ણ થયું હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે. બહાઉદ્દીન કોલેજનો સેન્ટ્રલ હોલ આજે પણ સમગ્ર એશિયામાં સર્વોત્તમ માનવામાં આવે છે. 52 બારી દરવાજા ધરાવતો વિશાળ સેન્ટ્રલ હોલ આજે પણ કલા કારીગીરીના બહેતરીન નમૂના તરીકે ગણના થાય છે. બહાઉદ્દીન કોલેજના બિલ્ડીંગને વિશ્વની ધરોહરમાં ગત બે વર્ષ પૂર્વે સામેલ કરવામાં આવી છે.

બહાઉદ્દીન કોલેજ
બહાઉદ્દીન કોલેજ

આ પણ વાંચો : અંગ્રેજોએ તો સિંહોને પણ નહતા છોડ્યા, સામે આવી ચોંકાવનારી તસવીરો

નામની અનામી વ્યક્તિઓએ શિક્ષણ કર્યું પ્રાપ્ત : અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જૂનાગઢના નવાબી શાસન વખતે અંતિમ નવાબ મહોબત ખાન ત્રીજાને 31 માર્ચ 1920ના દિવસે અહીં સનદપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જેનો સાક્ષી પણ બહાઉદ્દીન કોલેજનો એશિયાનો સર્વ શ્રેષ્ઠ સેન્ટ્રલ હોલ બન્યો હતો. વર્ષ 1897થી લઈને આજ દિન સુધી બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરીને સરદાર પટેલથી લઈને ઝવેરચંદ મેઘાણી સહિત અનેક નામની અનામી વ્યક્તિઓએ દેશ અને દુનિયામાં પોતાનું નામ ઉજ્વળ કર્યું છે. તેના પાયામાં બહાઉદ્દીન કોલેજનું શિક્ષણ આજે પણ ઝળહળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.