ETV Bharat / state

જૂનાગઢના રિક્ષા ચાલકો બન્યા ખરા અર્થમાં કોરોના વોરિયર્સ

રાજ્યમાં કોરોના વાઈરસનો રાફડો ફાટ્યો છે.લોકોએ સાવધાની રાખવી જરુરી છે.ત્યારે જૂનાગઢના રિક્ષામાં મુસાફરી દરમિયાન માસ્ક અને સેનિટાઇઝર ફરજિયાત કરવાની સાથે ત્રણ કરતા વધુ પેસેન્જરોને રિક્ષામાં નહીં બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરમાં કોરોના સંક્રમણને ઘટાડવા માટે રિક્ષાચાલકો કમર કસી રહ્યા છે.

junagadh
જૂનાગઢ
author img

By

Published : Jul 26, 2020, 10:20 AM IST

જૂનાગઢ : શહેરના રિક્ષાચાલકો ખરા અર્થમાં કોરોના વોરિયર્સ બનીને બહાર આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સંક્રમણનો ખતરો રિક્ષા ચાલકોને વધુ રહેવાની શક્યતાઓ છે. આવા સમયમાં શહેરના કેટલાક રિક્ષા ચાલકોએ તેમની સાથે તેમના પરિવાર અને રીક્ષામાં સવાર દરેક મુસાફરની ચિંતાની સાથે જૂનાગઢના હિતમાં આવકારદાયક નિર્ણય કરીને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બનીને બહાર આવી રહ્યા છે.

જૂનાગઢના રિક્ષા ચાલકો બન્યા ખરા અર્થમાં કોરોના વોરિયર્સ

અનલોક તબક્કો શરૂ થતાં જ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ પણ બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરમાં દૈનિક ધોરણે કોરોના સંક્રમણના સરેરાશ 20 કરતાં વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે કેટલાક રિક્ષાચાલકોએ સંક્રમણને અટકાવવા માટે રિક્ષામાં બેસતા પહેલા દરેક મુસાફરો માટે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. ત્યારબાદ સેનિટાઇઝર અને ત્રણ કરતાં વધુ મુસાફરોને નહીં બેસાડવાનો આવકારદાયક નિર્ણય પણ કર્યો છે. રિક્ષાચાલકોની આ સમજદારી જૂનાગઢ શહેરને કોરોના મુક્ત કરવાની દિશામાં મદદગાર બની રહેશે.

રિક્ષાચાલકો જે પ્રકારે કોરોના વાઇરસ સામે સંગઠિત થઈને લડી રહ્યા છે. આજે એમ કહેવાનું મન ચોક્કસ થાય કે, જો સમજદારી અને સંસ્કારીથી આટલી કાળજી લેતા થાય તો કોરોના સામે જીત હાથ વેંતમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.