જૂનાગઢ જિલ્લામાં હાહાકાર મચાવતો દુઃખદ બનાવ બની ગયો બે યુવાન પુત્રો LRD પરીક્ષામાં પસંદ થયા હતા, પરંતુ સરકાર દ્વારા કેટલાક નિયમોને લઈને આ યુવાનો નોકરીથી વંચિત રહ્યા હતાં. જેના આઘાતમાં યુવાનના પિતાએ સરકારી કચેરીમાં જઇને આત્મહત્યા કરી લેતા જૂનાગઢ જિલ્લામાં ચકચાર મચી હતી. હજુ આ ઘટનાને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, મ્રુતકની ડેડબોડી હજુ પણ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છે સરકાર દ્વારા ખાત્રી કર્યા બાદ જ મૃતદેહને અગ્નિદેહને લેવા માટે સમાજ કટિબદ્ધ થયો છે.
આ મામલાની વચ્ચે માલધારી સમાજના વધુ એક વ્યક્તિ રામભાઈએ પણ સમગ્ર મામલાને લઈને પરિવાર સાથે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે. રામભાઈ પોતે અભણ છે, પરંતુ તેમના પુત્રોને તેમણે ભણાવીને ખૂબ આગળ વધાર્યા છે ત્યારે, સમાજના એક વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા મામલો ગરમાયો છે, ત્યારે રામભાઈએ રાજ્ય સરકારને 24 કલાકની મહોતલ આપીને માલધારી સમાજને આદિવાસી સમાજ ગણવામાં આવે અને આ જ કેટેગરી અંતર્ગત આદિવાસી સમાજ ગણીને માલધારી સમાજને પણ તકો આપવામાં આવે તેવી માગ રાજ્ય સરકાર સમક્ષ કરી છે.
રામભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જો 24 કલાકની અંદર રાજ્ય સરકાર માલધારી સમાજ પ્રત્યે કોઈ આખરી નિર્ણય નહીં કરે તો તેઓ પણ તેમના ત્રણ પુત્રો અને પત્ની સાથે સામુહિક આપઘાત કરશે અને તેના માટે એકમાત્ર રાજ્ય સરકાર જવાબદાર હશે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.