ETV Bharat / state

Junagadh Rain: જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યું, 11 ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળ - Junagadh heavy rain

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને ધમરોડતા મેઘરાજા 11 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ માર્ગો પર નદી પ્રવાહિત થઈ હોય તેવા ચિતાજનક દ્રશ્યો જોવા મળ્યા હતા.

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ઘમરોડ્યું 11 ઇંચ જેટલો વરસાદ

author img

By

Published : Jun 30, 2023, 10:26 AM IST

Updated : Jun 30, 2023, 2:18 PM IST

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ઘમરોડ્યું 11 ઇંચ જેટલો વરસાદ

જૂનાગઢ: ગીર સોમનાથ જિલ્લામાં પાછલા 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદ પડવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સતત અને ધોધમાર પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢ વિસાવદર ઉના વેરાવળ તાલાલા કોડીનાર સહિત તમામ શહેરો પર જાણે કે વરસાદી આફત તૂટી પડી હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અતિ ભારે વરસાદને કારણે પાણીનો સંગ્રહ કરતા જળાશયો નદીઓ પણ જાણે કે છેલ્લોછલ ભરાઈ ગયા હોય તે પ્રકારે તમામ શહેરોના માર્ગો પરથી નદી પ્રવાહિત થઈને જઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક દિવસમાં 11 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

અતિ ભારે વરસાદનું એલર્ટ: આજે પણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અને ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાનો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. જે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યું છે ગઈકાલે જે રીતે 11 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે. તેમાંથી હજી લોકો બહાર નથી નીકળી શક્યા ત્યારે આજે ફરી એક વખત અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેને લઈને લોકો પણ હવે ચિંતાતુર બની રહ્યા છે. જે રીતે વરસાદ આવી રહ્યો છે. તે જોતા આજે પણ જો આ જ પ્રકારે વરસાદ પડે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. પ્રથમ વરસાદે તમામ જળાશયો ડેમ નદી નાળા છલકાવી નાખ્યા છે. ત્યારે હવે વરસાદ લોકોની સમસ્યામાં વધારો કરશે તેવું પણ ચોક્કસ લાગી રહ્યું છે.

સોરઠ પંથકમાં મેઘરાજા: પાછલા 24 કલાક દરમિયાન સોરઠ પંથકમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ જુનાગઢ શહેર અને તાલુકામાં 10.45 ઇંચ જેટલો નોંધાવા પામ્યો છે. તો ત્યારબાદ સોમનાથ જિલ્લાના તાલાળામાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડામાં 6.45 ઇંચ વિસાવદર માં 6.15 ઇંચ સોમનાથના સુત્રાપાડામાં 6.45 ઇંચ ઉનામાં 5.15 ઇંચ ભેસાણ માં 5.74 અને વેરાવળમાં 4.70 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના આંકડા 24 કલાકના છે જે સ્પષ્ટ કરે છે કે સોરઠ પંથકમાં મેઘરાજા કેટલી હદે મહેરબાન થયા હશે.

  1. Junagadh Rain : જૂનાગઢમાં ચોમાસાનો પ્રથમ વરસાદ ધોધમાર, રસ્તાઓ પર ભરાયા પાણી
  2. Rajkot Rain: રાજકોટમાં મેઘમહેર, ધોરાજીમાં સૌથી વધુ 250 mm વરસાદ, ખેડૂતોમાં ખુશી છવાઈ

Last Updated : Jun 30, 2023, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.