કેશોદ : સોનુંચાંદી નહીં પરંતુ લોખંડની પણ ચોરી થઈ શકે છે. ચોરીની ઘટના કેશોદ નજીક આવેલા અગતરાય ગામમાં ઘટવા પામી હતી. આરસીસી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સોંદરડા ગામના ચંદુભાઈ સોંદરવાએ અગતરાય નજીક ભાડે રાખેલા અગતરાય ગામના ગોડાઉનમાંથી 100 જેટલી લોખંડની પ્લેટની ચોરી થયાની પોલીસ ફરિયાદ કેશોદ પોલીસ મથકમાં નોંધાવી હતી.
ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં જોડાઈ : સમગ્ર મામલાને લઇને કેશોદ પોલીસની સાથે લોકલ ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં જોડાઈ હતી. જેમાં પોલીસને મળેલી પૂર્વ બાતમી મળી હતી. મૂળ સોદરડા ગામનો યુવાન મનીષ ગોહિલ લોખંડની પ્લેટની ચોરીમાં શામેલ હોવાનું કેશોદ પોલીસને જાણવા મળ્યું હતું. મળી હતી.
આ પણ વાંચો કેશોદ કોર્ટે 20 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને જાહેર કર્યા નિર્દોષ, ફરિયાદી ન આપી શક્યા પૂરાવા
આરોપીએ ચોરીનો મામલો સ્વીકારી લીધો : કેશોદ પોલીસને મળેલી આ જાણકારીના આધારે અને તે યુવાન આ વિસ્તારમાં આવી રહ્યો છે તેવી બાતમી મળતા જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ શંકાસ્પદ યુવાન મનીષ ગોહિલની પૂછપરછ કરતા તેમણે સમગ્ર ચોરીનો મામલો સ્વીકારી લીધો હતો. ત્યાર બાદ પોલીસે તેની અટકાયત કરી છે.
આ પણ વાંચો સંતોની ભૂમિ પર સંતો અસુરક્ષિત, કેશોદમાં મહંત ઉપર હુમલો કરનાર આરોપી પકડાયો
ચોરીના પડતર કેસને ઉકેલતી જૂનાગઢ એલસીબી : જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકના અગતરાય ગામમાં 100 જેટલી લોખંડની પ્લેટની ચોરી થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલામાં તપાસ હાથ ધરતા મનીષ ગોહિલ નામનો આરોપી પોલીસ પકડમાં આવ્યો છે. લોખંડની પ્લેટની ચોરીમાં માણેકવાડાના અન્ય બે યુવાનો નયન અને મહેશ મુછડિયા પણ સામેલ હોવાની વિગતો પ્રાપ્ત થતા પોલીસે બંને યુવાનોને પકડી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે.
70 જેટલી લોખંડની પ્લેટ પરત મેળવી :પોલીસે આજે મનીષ ગોહિલ પાસેથી 110 પૈકી 70 જેટલી લોખંડની પ્લેટ ભંગારના ડેલામાંથી પરત મેળવી છે. લોખંડની આ પ્લોટો છે. તેેની બજાર કિંમત 35હજારની આસપાસ થવા જાય છે.
ભંગાર ચોરવા ગયાં ને જીરું ચોરી લીધું હતું :જૂનાગઢમાં થતી ચોરીઓમાં કેટલીક ઘટનાઓમાં આશ્ચર્ય થાય એવી ઘટનાઓનું પ્રમાણ પણ વધ્યું છે. થોડા દિવસો પહેલાં જૂનાગઢના માખીયાળા નજીકમાં તસ્કરોએ અંદાજે 15 લાખથી વધુના જીરાની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો હતો. કારખાનામાં ભંગાર ચોરવાના ઇરાદે ગયેલા ચોરોએ જીરાની ચોરી કરી લીધી હતી. પોલીસે ફરિયાદના આધારે ચોર ટોળકીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. આ તસ્કરો કારખાનામાં ભંગારની ચોરી કરવા ગયા હતા.