જૂનાગઢ : જૂનાગઢ લોકસભા બેઠક માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ધારાસભ્યો પૂર્વ સાંસદો પ્રદેશના અગ્રણીઓની સાથે સૌરાષ્ટ્રના પ્રભારી અને કેન્દ્રના નિરીક્ષકોની હાજરીમાં આજે એક પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને કાર્યકર્તાઓની સાથે ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ આગામી લોકસભાની ચૂંટણીને લઈને પક્ષની રણનીતિ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી. જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ હાજરી આપી હતી. પાછલા કેટલાક મહિનાઓથી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે પણ એ વાતનું બજાર ગરમ જોવા મળતું હતું કે વિમલ ચુડાસમા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જશે. ત્યારે ફરી એક વખત લોકસભાની ચૂંટણીને લઈને એજ પ્રકારનો માહોલ જોવા મળે છે. ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપમાં જોડાવાની તમામ શક્યતાઓને આજે છેદ ઉડાવી દીધો છે.
લોકસભાને લઇને બેઠક યોજાઇ : સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આજે પોતે ભાજપમાં નથી જઈ રહ્યા, પરંતુ ભાજપના નેતાઓને લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં સામેલ કરીશ તેવો મક્કમ દાવો કર્યો હતો. ચોરવાડ નગરપાલિકાના પ્રમુખથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર વિમલ ચુડાસમા અત્યાર સુધીની એક પણ ચૂંટણીમાં તેઓ હાર પામ્યા નથી. જેને લઈને પણ તેનો ઉત્સાહ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. વિમલ ચુડાસમાની લડાયક નીતિ અને ખાસ કરીને કોળી જ્ઞાતિના મતદારો પર મજબૂત પકડને કારણે ભાજપ વિમલ ચુડાસમાને પક્ષમાં લાવવાને લઈને પાછલા બે ત્રણ વર્ષથી સંઘર્ષશીલ બની રહી છે. પરંતુ વિમલ ચુડાસમા ભાજપના મનસુખાને સફળ થવા દેતા નથી ત્યારે આજે તેમણે ફરી એક વખત ભાજપમાં નહીં જોડાવાનો મક્કમ ઈરાદો વ્યક્ત કર્યો હતો.
હમેંશા કોંગ્રેસ સાથે જોડાયેલા રહેશે : સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, પાછલા કેટલાક વર્ષોથી ભાજપ વિમલ ચુડાસમા કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યો છે. આ પ્રકારની અફવાઓ અને વાતોના ગપગોળા ચલાવી રહી છે. તેનાથી વિમલ ચુડાસમા ને કોઈ ફરક પડતો નથી હું કોંગ્રેસનો છું અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરતો રહીશ વાત મારી ભાજપમાં જોડાવાની છે તો હું કહેવા માગું છું કે ચૂંટણીના સમયમાં ભાજપના કેટલાક નેતાઓને હું કોંગ્રેસમાં જોડીને ભાજપ જે રીતે અપપ્રચાર કરી રહી છે તેનો મક્કમતાપૂર્વક જવાબ આપીશ.