ETV Bharat / state

Womens Day 2023 : હિંસક પ્રાણીઓના રેસ્ક્યુ કરતાં ગીરની શેરની રસીલા વાઢેર - રસીલા વાઢેર

મહિલા દિવસ 2023ની ઉજવણી થઈ રહી છે. આજે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓની ઉપસ્થિતિ જોવા મળતી ન હોય. ગીર જંગલ વિસ્તારમાં આરએફઓ તરીકે ફરજ બજાવતી રસીલા વાઢેરના નામે એક હજાર કરતાં વધારે સિંહ દીપડા સહિત હિંસક પ્રાણીઓના રેસ્કયુ કરવાનો ઇતિહાસ જોડાયેલો છે.

Womens Day 2023 : હિંસક પ્રાણીઓના રેસ્ક્યુ કરતાં ગીરની શેરની રસીલા વાઢેર

author img

By

Published : Mar 7, 2023, 9:00 PM IST

જૂનાગઢ : આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે મહિલાઓની હાજરી અને તેમના ઉત્કૃષ્ટ ઉદાહરણો આજે સમગ્ર વિશ્વની નજર સમક્ષ તરવરી રહ્યા છે. ત્યારે આવું જ એક ઉદાહરણ ગીર વિસ્તારમાં વન અધિકારી તરીકે ફરજ બજાવતા રસીલા વાઢેર પણ પૂરું પાડી રહ્યા છે. વર્ષ 2007માં સાસણ વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે વન વિભાગની સેવામાં જોડાયા બાદ વર્ષ 2008માં ફોરેસ્ટર અને વર્તમાન સમયમાં પ્રભાસ પાટણ ક્ષેત્રમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે રસીલાબેન વાઢેર ફરજ બજાવી રહ્યા છે.

રસીલાબેન વાઢેર રેસ્ક્યુ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે

રસીલાબેન વાઢેરની સિદ્ધિ સામાન્ય કે નાનીમોટી નથી : જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીઓની વચ્ચે રહીને પરિવારની સાથે જંગલનું સંકલન કરવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. ત્યારે તેમાં પણ જંગલી અને હિંસક પ્રાણીઓના રેસક્યુ ટીમ સાથે સંકળાયેલા રસીલાબેન વાઢેર રેસ્ક્યુ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. જેમના નામે એક હજાર કરતાં વધારે સિંહ દીપડા સહિત હિંસક પ્રાણીઓના રેસ્ક્યુ આજે પણ બોલી રહ્યા છે.

આ પણ વાંચો International Women Day 2023 : તન્વી જોષી સોશિયલ મીડિયા પરથી મેકઅપ સ્કિલ્સ શીખી, હવે ફિલ્મ કલાકારોના કરે છે મેકઅપ

પુરુષ પ્રધાન વન વિભાગમાં મહિલાએ કાઢ્યું કાઠું : સામાન્ય રીતે વન વિભાગની કોઈપણ સેવાને પુરુષ પ્રધાન માનવામાં આવે છે. અંતરિયાળ જંગલ વિસ્તારમાં 24 કલાક પેટ્રોલિંગની સાથે અન્ય જીવોના રેસ્ક્યુ અને તેમને સુરક્ષા પૂરી પાડવા માટે પુરુષ કર્મચારીઓને પણ પરસેવો વળી જતો હોય છે. આવા સમયે રસીલાબેન વાઢેરે વન વિભાગને ખૂબ જ મુશ્કેલ અને પડકાર રુપ સેવાનો સ્વીકાર કરીને સાસણ ખાતેથી ફોરેસ્ટ ગાર્ડ તરીકે વન વિભાગની સેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ફોરેસ્ટર અને તેમની વન વિભાગ તેમજ વન્ય પ્રાણીઓ પ્રત્યેની લાગણી આત્મિતા અને હિંમતને કારણે તેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓની પ્રથમ મહિલા કેપ્ટન તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા અને તેમની રાહબરી અને દેખભાળની વચ્ચે 1000 કરતાં વધારે સિંહ દીપડા સહિત હિંસક પ્રાણીઓના રેસ્ક્યુ કરવાનો શ્રેય પણ જોડાયેલો છે.

પોતાના ગણવેશમાં રસીલા વાઢેર
પોતાના ગણવેશમાં રસીલા વાઢેર

રસીલાબેન વાઢેર ગીરમાં સન્માનિત મહિલા અધિકારી : રસીલાબેન વાઢેર આજે પણ ગીરમાં સન્માનિત મહિલા કર્મચારીથી લઈને અધિકારી સુધીનું બહુમાન મેળવે છે. સાસણ અને ગીર વિસ્તારમાં સિંહ અને દીપડાની સતત ડણકો અને હુમલાની વચ્ચે પુરુષ સમોવડી બનીને રસીલાબેન વન વિભાગમાં ખૂબ જ હિંમતથી ફરજ બજાવી છે. જે વિસ્તારમાં પુરુષ કર્મચારી કે અધિકારી જવાની આનાકાની કરે છે. તેવા અંતરિયાળ અને દુર્ગમ જંગલ વિસ્તારમાં પણ રસીલાબેન વાઢેરે ટીમને આગેવાની પૂરી પાડીને સિંહ અને દીપડાના રેસ્ક્યુની સાથે તેને આકસ્મિક સંજોગોમાં સારવાર પણ જંગલની વચ્ચે પૂરી પાડી છે. પહેલા આ કામ માત્ર પુરુષ કર્મચારીઓને સોંપવામાં આવતુ હતુ. પરંતુ રસીલાબેન વાઢેરની હિંમત અને કામ કરવાની ધગસને કારણે તેઓ પ્રથમ મહિલા રેસ્ક્યુ ટીમના કેપ્ટન બનવામાં પણ સફળ રહ્યા હતા.

આ પણ વાંચો womans day 2023 : દેશનું સ્વાસ્થ્ય મહિલાઓના સ્વાસ્થ્ય પર નિર્ભર છે, જાણો શા માટે

સિંહ અને દીપડાના બચ્ચાની વિશેષ દેખભાળ : રેસ્ક્યુ ટીમમાં કેપ્ટન હોવાને કારણે ઘણી વખત દુર્ગમ જંગલ વિસ્તારમાં માતા વિનાના જોવા મળતા સિંહ અને દીપડાના બચ્ચાને પણ એક મહિલા તરીકે રસીલાબેન વાઢેર ખૂબ જ પ્રેમપૂર્વક તેનુ રેસ્ક્યુ કરીને તેની દેખભાળ કરી હતી. સામાન્ય રીતે માતા વિનાના સિંહ અને દિપડાના બચ્ચા લાંબુ જીવતા નથી આવી જંગલની વાસ્તવિકતા છે. પરંતુ જો કોઈ સિંહ કે દીપડાનુ માતા વગરનું બચ્ચુ જંગલમાં જોવા મળે તો તેનું રેસ્ક્યુ રસીલાબેન વાઢેર કરતા હતા. તેને સાસણ ખાતે આવેલી એનિમલ કેર હોસ્પિટલમાં ખૂબ જ ગંભીરતા અને પ્રેમ સાથે તેની સારવારની સાથે હુંફ આપીને તેને નવજીવન પણ આપતા હતા. આવા અનેક માતા વિહોણા સિંહ અને દીપડાના બચ્ચા આજે ગીર જંગલમાં ડણક કરી રહ્યા છે. તેની પાછળ પણ રસીલાબેન વાઢેરનુ યોગદાન ભૂલી શકાય તેમ નથી.

સિંહ અને દીપડાના બચ્ચાની વિશેષ દેખભાળ
સિંહ અને દીપડાના બચ્ચાની વિશેષ દેખભાળ

રસીલાબેન વાઢેરે ઈટીવી ભારત સાથે કરી વાત : હાલ પ્રભાસ પાટણ ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રસીલાબેન વાઢેરે ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રારંભના સમયમાં વન વિભાગની પુરુષ પ્રાધાન્ય નોકરી કઈ રીતે થઈ શકશે તેને લઈને સંદેહ હતો. પરંતુ વન વિભાગમાં જોડાયા બાદ તેમની આ પૂર્વધારણા ખોટી સાબિત થઈ છે. એક મહિલા તરીકે જંગલમાં કામ કરવાની વિશેષ તક મળી છે જેનો તેમણે ખૂબ જ ઉપયોગ કરીને જંગલ વિસ્તારના હિંસક કહેવાતા પ્રાણીઓની વચ્ચે પણ પ્રેમાળ ભાવના હોય છે. ત્યારે જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીઓ વચ્ચે ઇન્ફાઇટ જેવી ઘટના પણ ઓછી બને તે માટેના પ્રયાસો કર્યા છે. એક મહિલા તરીકે પરિવારની સાથે જંગલના બીજા પરિવાર સાથે સીધું સંકલન કરવું આજે ખૂબ જ સામાન્ય બની રહ્યું છે.

રસીલા વાઢેરની ખ્યાતિની તસવીર
રસીલા વાઢેરની ખ્યાતિની તસવીર

રેસ્ક્યુ ખૂબ જ જોખમી પરંતુ સફળતાનો દર વધારે : રસીલાબેન વાઢેરે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં ખાસ કરીને સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓનું રેસ્ક્યુ કરવું આજે પણ ખૂબ જ જોખમી મનાય છે. રેસ્ક્યુ દરમિયાન નાનામાં નાની ગફલત પણ રેસ્ક્યુ ટીમ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ પર ખતરો ઉભો કરે છે. પરંતુ આજ દિન સુધી રેસ્ક્યુમાં એક પણ પ્રકારનો અકસ્માત થયો નથી. રેસ્ક્યુ કરતાં પૂર્વે હિસક પ્રાણીની સ્થિતિ તેનુ કેવા પ્રકારે રેસ્ક્યુ કરવાનું છે અને જે વિસ્તારમાં રેસ્ક્યુ કરવાનું છે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે આ તમામ બાબતો પર પૂર્વ અભ્યાસ કરીને હિસક પ્રાણીઓના રેસ્ક્યુ કરવામાં આવે છે. જેને કારણે તેની સફળતાનો દર સૌથી વધારે જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.