ETV Bharat / state

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

જૂનાગઢ: આગામી દિવસોમાં જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી છે.

Weather Department
author img

By

Published : Jul 28, 2019, 11:58 AM IST

સમગ્ર સૌરાષ્ટ્ર પર મેઘરાજાનુ અકળાવનારુ મૌન સૌ કોઈને હવે ખલી રહ્યું છે. જે પ્રકારે મેઘરાજા સૌરાષ્ટ્ર પરથી રિસાયા છે તેને લઈને સૌ કોઈ ચિંતિત છે પરંતુ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં સર્જાયેલ ચોમાસાની શક્યતાઓને લઇને હવે હવામાન વિભાગ પણ વરસાદ થશે તેવી શક્યતાઓ દર્શાવી રહ્યા છે.

છેલ્લા દસ વર્ષમાં સૌથી નબળો સમય કહી શકાય તેવા સમયનો સામનો સૌરાષ્ટ્રવાસીઓ કરી રહ્યા છે. પાછલા વર્ષમાં આ સમય દરમ્યાન એવરેજ વરસાદ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે. સરેરાશ વરસાદ કરતાં પણ ખૂબ ઓછો વરસાદ સૌરાષ્ટ્ર પર પડ્યો છે. જેને કારણે જગતનો તાત અને સમગ્ર સૌરાષ્ટ્ર વાસીઓએ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બંગાળના અખાતમાં સર્જાઈ રહેલું હવાનુ નીચું દબાણ પણ સૌરાષ્ટ્ર પર ભારે વરસાદ લાવવા માટે પૂરતું છે અને આ હવાનુ નીચું દબાણ અરબી સમુદ્રમાં ધીમે ધીમે આગળ વધી શકે છે. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થશે તેવો આશાવાદ કૃષિ હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Intro:આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર પર થશે મેઘરાજાની કૃપા દ્રષ્ટિ કેટલાક જિલ્લામાં હળવો મધ્યમ તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી છે

Body:સમગ્ર સૌરાષ્ટ્ર પર મેઘરાજાનુ અકળાવનારુ મૌન સૌ કોઈને હવે ખલી રહ્યું છે જે પ્રકારે મેઘરાજા સૌરાષ્ટ્ર પરથી રિસાયા છે તેને લઈને સૌકોઈ ચિંતિત છે પરંતુ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં સર્જાયેલ ચોમાસાની શક્યતાઓને લઇને હવે હવામાન વિભાગ પણ વરસાદ થશે તેવી શક્યતાઓ દર્શાવી રહ્યા છે આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે એવું અનુમાન કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે

છેલ્લા દસ વર્ષમાં સૌથી નબળો સમય કહી શકાય તેવા સમયનો સામનો સૌરાષ્ટ્રવાસીઓ કરી રહ્યા છે પાછલા વર્ષમાં આ સમય દરમ્યાન એવરેજ વરસાદ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો પરંતુ આ વર્ષે જાણે કે મેઘરાજા રીસામણા લઈને સૌરાષ્ટ્ર થી અન્યત્ર ચાલ્યા ગયા હોય તેવો માહોલ સર્જાય રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે સરેરાશ વરસાદ કરતાં પણ ખૂબ ઓછો વરસાદ સૌરાષ્ટ્ર પર પડ્યો છે જેને કારણે જગતનો તાત અને સમગ્ર સૌરાષ્ટ્ર વાસીઓએ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ મેઘરાજા હાથતાળી આપીને જાણે કે જતા રહેતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં આવેલા પલટાને કારણે હવે મેઘરાજા તેમની કૃપાદ્રષ્ટિ સૌરાષ્ટ્ર પર ઉતારશે તેવું લાગી રહ્યું છે

આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર પર મેઘરાજા તેમની કૃપા દૃષ્ટિ કરશે તેવું કૃષિ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગે સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે બંગાળના અખાતમાં સર્જાઈ રહેલું હવાનુ નીચું દબાણ પણ સૌરાષ્ટ્ર પર ભારે વરસાદ લાવવા માટે પૂરતું છે અને આ હવાનુ નીચું દબાણ અરબી સમુદ્રમાં ધીમે ધીમે આગળ વધી શકે છે જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થશે તેવો આશાવાદ કૃષિ હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યો છે

બાઈટ 1 પ્રો એમ સી ચોપડા અધ્યક્ષ કૃષિ હવામાન વિભાગ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.