- કેશોદની આઈટીઆઈ કચેરી ખાતે કાર્યક્રમ
- 25 કરોડથી વધુના વિકાસના કામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
- પુરવઠા પ્રધાન,નાગરીક પુરવઠા પ્રધાન, પ્રવાસન પ્રધાન,સાંસદ તથા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
જૂનાગઢ: કેશોદની આઈટીઆઈ કચેરી ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે 25 કરોડથી વધુના વિકાસના કામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વંથલી તાલુકા સેવા સદન ખાત મુહૂર્ત, વંથલી તાલુકા પંચાયત કચેરી ચોકી સોરઠ રોડ ઉબેણ નદી પુલનું લોકાર્પણ, ખડીયાથી પાતાપુર રોડનું લોકાર્પણ, ભાટીયાથી થાણા પીપળી રોડ ખાત મુહૂર્ત, બગસરા ઘેડથી મંડેર રોડ ખમીદાણાથી ઈસરા રોડ ખાત મુહૂર્ત, સામુહિક આરોગ્ય કેન્દ્ર વંથલી સહીતના ખાત મુહૂર્તો લોકાર્પણ કરવામાં આવેલાં છે. જેમાં પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા, નાગરીક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા, પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દેવા માલમ સહીત સાંસદ સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.