- કોરોના વાઇરસની રસીને લઈને જૂનાગઢમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ
- સંભવિત રસિને સાચવવા માટે જૂની સિવિલ હોસ્પિટલમાં રૂમમાં પૂર્ણ તૈયારી
- કોરોનાની રસીને સાચવવા ફ્રિજરેટર શરૂ
જૂનાગઢઃ કોરોનાની રસીને લઈને હવે ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે, ત્યારે રસીને સાચવવા માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં રેફ્રિજરેટરના વેક્સિન રૂમને સજ્જ કરી દેવામાં આવ્યો છે. આ ફ્રિજમાં સંભવિત રસિને રાખવામાં આવશે ને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં રસીકરણમાં સામેલ કરવામાં આવશે. જેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
જૂનાગઢમાં કોરોનાની રસીને સાચવવા રેફ્રિજરેટર શરૂ
કોરોના વાઇરસની સંભવીત રસી આગામી દિવસોમાં આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે રસીને સાચવવા માટે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ રેફ્રિજરેટર શરૂ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. તે મુજબના રેફ્રિજરેટર જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. ક્યારે પણ કોરોના વાઇરસની સંભવીત રાશિનું રાજ્ય સહિત જૂનાગઢમાં આગમન થશે, ત્યારે આ રસીને વૈજ્ઞાનિક ઢબે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા દિશા નિર્દેશો મુજબ તેને સાચવવામાં આવશે.
રેફ્રિજરેટરમાં રસીને સાચવવા માટે વ્યવસ્થાઓ કરાઈ પૂર્ણ
સંભવિત કોરોના વાઇરસની રસીને સાચવવા માટે સિવિલ હોસ્પિટલમાં રેફ્રિજરેટરઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા રેફ્રિજરેટરમાં અલગ-અલગ તાપમાનમાં રસીનો સંગ્રહ કરવાની શરૂઆત જ્યારે રસી જૂનાગઢમાં આવશે ત્યારે કરવામાં આવશે ત્યારબાદ આ રસી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને આપવાની શરૂઆત કરવામાં આવશે, ત્યારે આ રસીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેમજ જાહેર કરાયેલા દિશા નિર્દેશો અને યોગ્યતા મુજબ રસીની સાચવણી થાય તે માટે રેફ્રિજરેટરઓ અત્યારથી વેક્સિન રૂમમાં શરૂ કરી દેવામાં આવ્યા છે.