કેશોદ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા ભાજપ પક્ષમાં મોટું ભંગાણ થયું હતું. પૂર્વ એમએલએ અરવિંદભાઇનું રાજીનામું આપ્યું છે. કેશોદ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ (Resignation of MLA Arvindbhai) ભારતીય જનતા પક્ષમાંથી રાજીનામું આપતાં કેશોદ (Junagadh politics)ભાજપ પક્ષમાં મોટું ભંગાણ પડ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ કેશોદ 88 વિધાનસભા 2022ને ધ્યાને રાખી દરેક વિધાનસભામાં ક્યાંક ને ક્યાંક અસંતોષ થયાના સમાચાર મળી રહ્યાં છે. ત્યારે કેશોદ 88 વિધાનસભામાં પૂર્વ પશુપાલન પ્રધાન એવા ભાજપના ઉમેદવાર તરીકે દેવાભાઈ માલમને ફરી ટિકિટ આપી રિપિટ કરાતાં વિવાદ વધુ વકર્યો હતો.
મિટિંગો યોજી આ વિવાદના કારણે કેશોદમાં સર્વ સમાજ દ્વારા બે દિવસ થી અલગ અલગ ખાનગી જગ્યાઓ પર મિટિંગો યોજવામાં આવી હતી. એક થઈ જુદી જુદી બેઠકો યોજી રહ્યા હતા. જેમાં 2012 ના ભાજપ પક્ષ તરફથી વિજેતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને હાજર રાખવામાં આવ્યાં હતાં. જેમાં તેમણે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં અરવિંદભાઈ લાડાણીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા મજબૂર કરવામાં આવ્યાં હતાં. તારીખ 14 ના રોજ તેઓ અપક્ષ ઉમેદવારી કરી ફોર્મ રજૂ કરશે. અરવિંદભાઈ લાડાણી 2012 માં 8900 મતથી વિજેતા બન્યાં હતાં.
ગામડાઓના વિકાસ જેમાં તેમણે કેશોદ 88 વિધાનસભાના શહેર અને ગામડાઓના વિકાસ માટે 560 કરોડ જેવી મોટી ગ્રાંટ લાવી તેનો સંપૂર્ણ ઉપયોગ કરાયો હતો. આ ઉપલ્બધી ને ધ્યાને રાખી લોકોના માનસમાં લોક પ્રિય નેતાની છબી ધરાવતા અરવિંદભાઈને અપક્ષ ચૂંટણી લડવા મજબૂર કર્યા છે. પૂર્વ ધારાસભ્યના રાજીનામાને લઈ ભાજયમાં છન્નાટો છવાયો. ત્યારે ભાજપ પક્ષના મોવડી મંડળે ટિકિટ ફાળવણી મુદ્દ મોટી ભૂલ કરી હોય તેવું રાજકારણીઓ માની રહ્યાં છે.