ETV Bharat / state

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલની જૂનાગઢમાં અસર, મોટાભાગની બેંક જોવા મળી બંધ

આજે બેન્કિંગ યુનિયન દ્વારા એક દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલ કરવામાં આવી છે. જેની અસર જૂનાગઢમાં જોવા મળી હતી. જિલ્લાની મોટાભાગની તમામ બેંક આજે બંધ જોવા મળી હતી. જેને કારણે સામાન્ય ખાતેદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાથે-સાથે કરોડોના વ્યવહારો પણ આજે ઠપ્પ થયા છે.

junagadh
junagadh
author img

By

Published : Nov 26, 2020, 5:10 PM IST

  • રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલની જૂનાગઢમાં અસર
  • 2 હજાર કરતાં વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા
  • હડતાલને કારણે બેન્કિંગ વ્યવહારો ઠપ, ખાતેદારોને પડી મુશ્કેલી

જૂનાગઢઃ બેન્કિંગ યુનિયન દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે જૂનાગઢ જિલ્લાની તમામ બેંક આજે બંધ જોવા મળી હતી. જેને લઇને નાના ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા હતા. આજના એક દિવસની હડતાલને પગલે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ઠપ થઈ ગયા હતા. આજની હડતાલમાં જૂનાગઢ જિલ્લાના બે હજાર કરતાં વધુ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલની જૂનાગઢમાં અસર
શા માટે બેંકના કર્મચારી અને અધિકારીઓ ઉતાર્યા હડતાલ પર?છેલ્લા કેટલાક વર્ષથી કેન્દ્રીય સરકાર અને ખાસ કરીને નાણાં વિભાગ દ્વારા બેંકિંગ ક્ષેત્રને લઈને કેટલાક અસમાન નિર્ણયો કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં આજે બેન્કિંગ યુનિયને બંધનું એલાન આપ્યું છે. ગત વર્ષ દરમિયાન નાણાં વિભાગે સિનિયર સિટીઝનને વ્યાજનો દર જે મળતો હતો તેમાં ઘટાડો કર્યો છે. જેને લઇને સિનિયર સિટીઝનની મુશ્કેલી વધી રહી છે. આ વ્યાજના દરને પહેલાં જેવો કરવાની માગ સાથે તેમજ બેન્કોમાં કર્મચારીઓની ખુબ અછત છે. આવી પરિસ્થિતિમાં બેન્કોના અન્ય કર્મચારીઓ પર કામનો ખૂબ મોટું ભારણ પડી રહ્યું છે. જેની નુકસાની બેન્કના ખાતેદારોને થઈ રહી છે.

બેંક કર્મચારીઓએ વિવિધ પડતર મુદ્દે કરી હડતાલ

વધુમાં બેન્કોનું જે NPA સતત ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવા તમામ એસેટ વિરુદ્ધ ખૂબ જ આકરી અને કાયદાકીય કાર્યવાહી કેન્દ્ર સરકાર અને નાણા વિભાગ કરે તેવી માગ સાથે આજે બેંકના બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વધુમાં બેન્કિંગ યુનિયન એવું માની રહી છે કે કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ કરવા પણ વિચારી રહી છે. જેને કારણે બેન્કિંગ વ્યવસ્થા આપણા દેશમાં પડી ભાંગશે અને તેની વિપરીત અસરો સામાન્ય ખાતે ધારકો પર થશે. ત્યારે રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ નહીં કરવા તેમજ બેન્કોના એકબીજામાં વિલય જેવા પેચીદા પ્રશ્નોને લઈને આજે એક દિવસની પ્રતીક બેન્ક હડતાળ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના બેન્ક કર્મચારીઓ જોડાયા હતા અને હડતાલને સફળ બનાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.