- સરકારી કચેરીઓ પાસેથી અંદાજિત બે કરોડનો ટેક્સ વસૂલવાની બાકી
- જૂનાગઢ મનપાને હાઉસ ટેક્સમાંથી થતી હોય છે સ્વભંડોળની આવક
- સરકારી નિયમ પ્રમાણે ટેક્સની ચુકવણી થતી હોય છે ગ્રાન્ટની રકમમાંથી
જૂનાગઢ : મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓનો હાઉસ ટેક્સ ચૂકવવાનું બાકી રહેતા જૂનાગઢ મનપાની તિજોરીમાં અંદાજિત 2 કરોડ જેટલો ટેક્સ વસૂલવાનો બાકી રહી ગયો છે. દર વર્ષ મુજબ સરકાર દ્વારા તેમના હસ્તકના વિભાગોને નાણાંકીય વર્ષની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. તેમાંથી ટેક્સ અને અન્ય કરવેરાની રકમ નિયમ મુજબ દર વર્ષે ભરવામાં આવતી હોય છે. તે મુજબ સરકારમાંથી જે તે વિભાગની ગ્રાન્ટ આવશે તે મુજબ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને તે આપોઆપ ટ્રાન્સફર કરી આપવામાં આવે તેવી વ્યવસ્થા વર્ષોથી જોવા મળે છે.
જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓના હાઉસ ટેક્સ ચૂકવવાનું બાકી જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓના હાઉસ ટેક્સ ચૂકવવાનું બાકી મનપા હદમાં આવેલી કેટલી સરકારી કચેરીનો ટેક્સ ભરવાનો બાકીજૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી મહાલેખાકાર કાર્યપાલક ઇજનેર પબ્લિક હેલ્થ માર્ગ અને મકાન વિભાગ હસ્તક મ્યુઝિયમ, જિલ્લા કલેકટર કચેરી, તાલુકા સેવા સદન, સિટી સર્વે ઓફિસ અને લેન્ડ રેકર્ડ કચેરીની સાથે જિલ્લા પંચાયત સહિતની કેટલીક કચેરીઓ દ્વારા વર્ષ 2020 નો ટેકસ ચૂકવવામાં હજુ સુધી આવ્યો નથી. દર વર્ષની સરકારી અને નાણાંકીય પ્રક્રિયા અન્વયે જે તે વિભાગની ગ્રાન્ટ રાજ્ય સરકાર આપશે. તેમાંથી આ પ્રકારનો ટેક્સ જે તે ઓફિસ દ્વારા સીધો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા થઈ જતો હોય છે. આ પ્રક્રિયા નાણાં વિભાગ દ્વારા વર્ષોથી અમલમાં મુકવામાં આવી છે. તે મુજબ જ્યારે જે તે વિભાગની ગ્રાન્ટ સરકાર દ્વારા મોકલી આપવામાં આવશે. તે સમયે ગ્રાન્ટમાંથી ટેક્સની રકમ આપોઆપ જૂનાગઢ મનપાના ખાતામાં ટ્રાન્સફર થઈ જતી હોય છે. આ એક માત્ર સરકારી પ્રક્રિયા છે, જે સરકારી નિયમ મુજબ ચાલી રહી છે.
જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓના હાઉસ ટેક્સ ચૂકવવાનું બાકી જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓના હાઉસ ટેક્સ ચૂકવવાનું બાકી