- નવરાત્રીના પાવન પર્વમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા આવી સામે
- નવરાત્રિના પર્વમાં જૂનાગઢમાં સામે આવી હિંદુ-મુસ્લિમ કોમી એકતાની મીશાલ
- દસ વર્ષથી સુલેમાન કરી રહ્યા છે, નવરાત્રિના ગરબાનું આયોજન
- ગરબામાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની ફી કે અનુદાન રાખવામાં આવતું નથી
જૂનાગઢ : નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે, હિન્દુ સંસ્કૃતિના આ શક્તિના તહેવારમાં જૂનાગઢમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવી રહ્યું છે. આદર્શનગરમાં પાછલા દસ વર્ષથી મુસ્લિમ બિરાદર સુલેમાન હાલા નવરાત્રિના(Navratri2021)ગરબાનું આયોજન કરી રહ્યા છે. એક તરફ ધર્મને લઈને અને કટુતા સામે આવતી રહી છે, આવી પરિસ્થિતિમાં જૂનાગઢના મુસ્લિમ યુવાન પાછલા દસ વર્ષથી નવરાત્રિના નવ દિવસ દરમિયાન હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક સમાન ગરબાનું આયોજન કરીને કોમી એકતાનું આદર્શ અને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.
હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ
આદર્શ નગરના ગરબામાં સર્વ સમાજ અને ધર્મની બાલિકાઓ ગરબામાં ઉત્સાહભેર ભાગ લેતી હોય છે. ગરબામાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની ફી કે અનુદાન રાખવામાં આવતું નથી. નવરાત્રિ પૂર્ણ થયા બાદ ગરબામાં ભાગ લેનાર તમામ બાલિકાઓને લાહણી આપીને તેને નવાજવામાં પણ આવે છે. હિન્દુ ધર્મમાં શક્તિના પર્વ તરીકે નવરાત્રિને ગણવામાં આવે છે. શક્તિનું આ પર્વ જૂનાગઢમાં કોમી એકતાના પર્વ તરીકે પણ પાછલા દસ વર્ષથી ઉજવવામાં આવે છે, જેનો શ્રેય જૂનાગઢની જનતાને જાય છે.
આ પણ વાંચો : નવમું નોરતું: નવરાત્રીના છેલ્લા દિવસે માતા સિદ્ધિદાત્રીનો મહીમા જાણીએ...
આ પણ વાંચો : આજની પ્રેરણા