ETV Bharat / state

ભારે વરસાદની વચ્ચે વરસાદી ઝરણાના સૌંદર્યથી ગીર શોભી ઉઠ્યું - જૂનાગઢમાં ભારે વરસાદ

જૂનાગઢઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે. ત્યારે, બીજી તરફ ગીરની તળેટી પર વરસાદી વાતાવરણથી ખીલી ઉઠ્યું છે. તળેટી પરથી વહેતાં વરસાદી ઝરણાંથી અદ્ભૂત કુદરતી સૌદર્ય જોવા મળી રહ્યું છે. જેને જોવા માટે જૂનાગઢવાસીઓ ઉમટી રહ્યાં છે.

વરસાદી ઝરણાથી ગીર તળેટીની સુુંદરતામાં થયો વધારો
author img

By

Published : Sep 29, 2019, 3:10 PM IST

ગીરનારના અને દાતારની પર્વતમાળાઓમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગીર તળેટીમાંથી ઝરણા રુપે વરસાદી પાણી વહી રહ્યું છે. આ ઝરણાથી દાતાર પર્વત નવોઢાનું રૂપ ધારણ કરીને સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વરસાદી માહોલ અને પર્વતમાંથી વહી રહેલા ઝરણાઓ જાણે કે, સોનામાં સુગંધ ફેલાવતા હોય તેવા દ્રશ્યો ગિરનારની તળેટીમાં જોવા મળે છે. આ સુંદર અને દુર્લભ દ્રશ્યને નીહાળવા માટે જૂનાગઢવાસીઓ ઉમટી રહ્યાં છે.

વરસાદી ઝરણાથી ગીર તળેટીની સુુંદરતામાં થયો વધારો

રજાના દિવસે ગીરનાર અને દાતાર પર્વતમાળાએ મેળા જેવી સ્થિતી જોવા મળે છે. વરસાદી વાતાવરણને માણવાં માટે લોકો દૂરદૂરથી આવી રહ્યાં છે. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Intro:ગીર તળેટીમાં પડેલા ભારે વરસાદને કારણે પર્વતમાળાઓમાં થી વહેતા થયા ઝરણા

Body:છેલ્લા બે દિવસથી ગિરનાર અને દાતાર ની દેવી તળેટીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ ધોધમાર વરસાદને કારણે ગિરિ તળેટી માંથી ઝરણાઓ વહી રહ્યા છે કુદરતના અદભુત સર્જનને વરસાદના સમયે જોવાનો પણ એક અલગ અને દુર્લભ લાહવો ગણી શકાય જે જૂનાગઢવાસીઓને આજે મળી રહ્યો છે

ગિરનાર અને દાતાર ની પર્વત માળાઓમાં છેલ્લા ૪૮ કલાકથી સતત અને ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સમગ્ર ગીર તળેટીમાં પાણી જોવા મળી રહ્યું છે પર્વતમાળાઓમાં પડી રહેલા વરસાદને કારણે ત્યાંથી ઝરણાના રૂપમાં પાણી વહી રહ્યું છે વરસાદના સમયમાં ગિરનાર અને દાતાર પર્વત જાણે કે નવોઢાનું રૂપ ધારણ કરીને શોળે કળાએ ખીલી ઊઠ્યો હોય તેવું અદભુત અને દુર્લભ દ્રશ્ય જોવા મળી રહ્યું છે પર્વતમાળા માંથી ઝરણા સ્વરૂપમાં ખળખળ વહેતું પાણી જોવાનો પણ એક અનેરો આનંદ હોય છે જે આનંદ કુદરતે આજે જૂનાગઢવાસીઓને ભરપૂર આપ્યો છે આજે રજાનો દિવસ છે અને તેમાંય વરસાદી માહોલ અને પર્વતમાંથી વહી રહેલા ઝરણાઓ જાણે કે સોનામાં સુગંધ ફેલાવતા હોય તેવા દ્રશ્યો આજે ગિરનારની તળેટીમાં ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.