ETV Bharat / state

જૂનાગઢમાં ભાદરવે અષાઢી માહોલ, વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ - weather news

જૂનાગઢ: શહેરમાં ભાદરવા મહિનામાં જાણે કે અષાઢી માહોલ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું અને બપોર બાદ વાતાવરણમાં જોરદાર પલટો આવતા જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું. જૂનાગઢમાં સોમવારે સાંજના સમયે ધોધમાર બે ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં જૂનાગઢમાં આવેલા જોષીપુરા વિસ્તારમાં જવાનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા આ બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

Junagadh
author img

By

Published : Sep 23, 2019, 11:41 PM IST

છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં એકાંતરે વાતાવરણમાં અચાનક પલટો આવે છે અને ધોધમાર વરસાદ તૂટી પડે છે. સોમવારે પણ સમગ્ર દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમીનું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં ભાદરવાની આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા, ત્યારે સોમવારે ધોધમાર વરસાદ પડતા શહેરીજનોને આકરી ગરમી અને ઉકળાટમાંથી હાલ પુરતી રાહત મળી ગઈ છે.

જૂનાગઢમાં ભાદરવે અષાઢી માહોલ, વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ

જોષીપરાનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થોડા વર્ષ પહેલા અંડરબ્રિજ બનાવવા પાછળનો હેતુ લોકોની ટ્રાફિક સમસ્યા દૂર થાય અને વારંવાર થતા ફાટક બંધની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે પરંતુ ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડવાને કારણે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેને કારણે આ વિસ્તારના વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ જૂનાગઢ શહેરમાં આવવા માટે લાંબુ અંતર કાપીને શહેરમાં ફરજિયાતપણે જવું પડે છે.

Intro:જૂનાગઢ માં જોવા મળ્યો જેવો માહોલ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ તૂટી પડયો હતો

Body:જૂનાગઢ શહેરમાં ભાદરવા મહિનામાં જાણે કે અષાઢી માહોલ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું અને બપોર બાદ વાતાવરણમાં જોરદાર પલટો આવતા જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું

જૂનાગઢમાં ભાદરવે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં એકાંતરે વાતાવરણમાં અચાનક પલટો આવે છે અને ધોધમાર વરસાદ તૂટી પડે છે આજે પણ સમગ્ર દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમીનું વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડી ગયો હતો ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં ભાદરવાની આકરી ગરમી અને ઉકળાટ નો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા ત્યારે આજે ધોધમાર વરસાદ પડતા શહેરીજનોને આકરી ગરમી અને ઉકળાટમાં થી હાલપુર તી રાહત મળી ગઈ છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.