ETV Bharat / state

ગરમીનો બીજો રાઉન્જ શરૂ, જૂનાગઢમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર - Gujarati news

જૂનાગઢઃ રાજ્યમાં ફરી વખત ગરમીએ જોર પકડ્યું છે. ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થઈ તેવું લાગી રહ્યું છે. જૂનાગઢમાં 15 દિવસ બાદ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતાં લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યાં હતા. આકરી ગરમીને કારણે લોકોએ બહાર જવાનું ટાળીને ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે.

ગરમીનો બીજો રાઉન્જ શરુ
author img

By

Published : May 21, 2019, 8:03 PM IST

જૂનાગઢમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં સતત 1-2 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. સોમવારે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું તે આજે 41ડિગ્રીને પાર થઈ ગયુ છે. આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થાય તો લોકો આકરી ગરમીમાં શેકાશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 15 દિવસ પહેલા જે રીતે ગરમીનો રાઉન્ડ આવ્યો હતો તેમાં જૂનાગઢ શહેરનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જેથી લોકો ગરમીથી ચિંતિત બન્યા હતા. ત્યારે ફરી એક વખત તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતાં લોકો ફરી ચિંતામાં જોવા મળી રહ્યા છે. આકરી ગરમીને કારણે લોકો બપોરના સમય ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

જૂનાગઢમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર

જોવા જઈએ તો, કેટલાક લોકો એવા પણ છે જેમને રોજગારી મેળવવા માટે બહાર જવું પડે છે. તેમાં પણ ખાસ કરીને રોડ પર બેસીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા લોકો ગરમીથી બચવા માટે છત્રી તેમના જ કપડાંની આડશ કરીને આકરા તાપથી બચતા જોવા મળી રહ્યા હતા. ગરમીના દિવસોમાં બરફની માંગ વધતા બરફના વેપાર પણ રોડ ઉપર થતો જોવા મળી રહ્યો હતો.

Intro:જૂનાગઢમાં જોવા મળી રહી છે ફરી એક વખત હીટવેવ પારો ૪૧ ડિગ્રીને પાર થતા લોકો ગરમીથી અકળાયા

Body:ફરી એક વખત ગરમીના રાઉન્ડ શરૂ થતો હોય તેવું લાગી રહ્યું છે પંદર દિવસ બાદ જૂનાગઢમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થતાં લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા આકરી ગરમીને કારણે લોકો બહાર જવાનું ટાળીને ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું

ફરી એક વખત ગરમીનો રાઉન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો જેને લઇને આકરી ગરમી ની શરૂઆત થઈ રહી છે તેવું લાગી રહ્યું હતું આજે બીજા દિવસે જૂનાગઢ શહેરનું તાપમાન ૪૧ ડિગ્રીને પાર થતાં લોકો આકરી ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં સતત એક બે ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે ગઈ કાલે જે તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું તે આજે ૪૧ ડિગ્રીને પાર થઈ રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થાય તો લોકો આકરી ગરમીમાં શેકાઇ ઊડશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે પંદર દિવસ પહેલા જે રીતે ગરમીનો રાઉન્ડ આવ્યો હતો તેમાં જૂનાગઢ શહેરનું ૪૪ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જેને લઇને લોકો ગરમીથી ચિંતિત બન્યા હતા ત્યારે હવે ફરી એક વખત તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થતાં લોકો ગરમીને લઇને ચિંતિત જોવા મળી રહ્યા છે આકરી ગરમીને કારણે લોકો બપોરના સમય ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું

તો કેટલાક લોકો એવા પણ છે કે જેણે ઘરની બહાર નીકળીને પોતાની રોજગારી મેળવવા માટે બહાર જવું પડતું હોય છે તેવા લોકો અને ખાસ કરીને રોડ પર બેસીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા લોકો ગરમીથી બચવા માટે છત્રી તેમના જ કપડાંની આડશ કરીને આકરા તાપથી બચતા જોવા મળી રહ્યા હતા ગરમીના દિવસોમાં બરફની માંગ વધતા બરફના વેપાર પણ રોડ ઉપર થતો જોવા મળી રહ્યો હતો

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.