જૂનાગઢ : પાછલા એક અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં સતત બદલાવ જોવા મળે છે જેને કારણે અચાનક દિવસના તાપમાનમાં ખૂબ મોટો વધારો જોવા મળે છે જેને કારણે લોકોને આકરી ગરમીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં આ પ્રકારની ગરમી પાછલા 30 વર્ષનો ઇતિહાસ તોડીને નવો રેકોર્ડ બનાવી રહી છે. વર્ષ 1993માં ફેબ્રુઆરી મહિનામાં 35 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું, ત્યારે આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં તાપમાન 38° ને કોર્સ કરી ગયું છે. જે પાછલા 30 વર્ષનું સૌથી વધુ તાપમાન મનાય છે.
પશ્ચિમી વિક્ષેપમાં ઘટાડો થતાં ગરમી : પાછળના ચાર દિવસ દરમિયાન દિવસનું તાપમાન સરેરાશ 38 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જેને કારણે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ પ્રકારે તાપમાનમાં આવેલા અચાનક પરિવર્તનની પાછળ પશ્ચિમી વિક્ષેપને જવાબદાર માનવામાં આવે છે. ઠંડીને ઘટાડવામાં અને શિયાળાના ઋતુને જાળવી રાખવામાં પશ્ચિમી વિક્ષેપ ખૂબ મહત્વનું પર્યાવરણીય પરિબળ માનવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં પશ્ચિમની વિક્ષેપ મોટા પ્રમાણમાં જોવા મળતું નથી. તાપમાન વધવા પાછળનું કારણ ઉત્તર ભારતમાં પણ પશ્ચિમી વિક્ષેપની અસરો જોવા મળતી નથી. જેને કારણે ઠંડીમાં અચાનક ઘટાડો થયો છે. તેના પરિણામે ફેબ્રુઆરી મહિનામાં ઠંડીની જગ્યા પર લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : Health Tips: બેવડી ઋતુમાં શું ભોજન લેવાય એ અંગે નિષ્ણાંતે આપ્યો અભિપ્રાય
હવામાન શાસ્ત્રી વઘાસીયાએ આપી માહિતી : જૂનાગઢમાં કૃષિ હવામાન વિભાગના હવામાન શાસ્ત્રી ડી.વી. વઘાસિયાએ જણાવ્યું હતું કે, જમીનથી લઈને આકાશ તરફ જતા 12 કિલોમીટરની ઊંચાઈ સુધી એક સિસ્ટમ સક્રિય હોય છે. આ સિસ્ટમ પવનોને ઉત્પન્ન કરે છે. જેને કારણે ફેબ્રુઆરી મહિનામાં ગરમીનું વિશેષ પ્રમાણ જોવા મળે છે. વર્ષ 1993માં ફેબ્રુઆરી મહિનામાં 37° ની આસપાસ તાપમાન નોંધાયું હતું. જેમાં આ વર્ષે દોઢથી બે ડિગ્રીનો વધારો થઈને સર્વોચ્ચ 38 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જે પાછલા 30 વર્ષનો સૌથી વધુ તાપમાન માનવામાં આવે છે.
આ પણ વાંચો : Cold-weather: સાબરકાંઠા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેતા રવિ પાકને ફાયદો
હજુ બે દિવસ સુધી રહેશે ગરમીનું પ્રમાણ : આવનારા 48 કલાક દરમિયાન પણ ગરમીનું પ્રમાણ જળવાઈ રહે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. બે દિવસ બાદ દિવસના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈને દિવસનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ જોવા મળશે, પરંતુ આખરી ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે હજુ શહેરીજનોએ 48 કલાકના રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે. વધુમાં આગામી માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં વિધિવત દિવસના તાપમાનમાં ક્રમશઃ વધારો થતો જોવા મળશે. જેને ઉનાળાની ઋતુની શરૂઆત માનવામાં આવશે.