રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં આવેલા ફેરફારના વૈશ્વિક કારણોને આધારે જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવેલા ભૂમધ્ય સમુદ્રમાં સર્જાયેલા હવાના નીચા દબાણે કારણે સમગ્ર ગુજરાતમાં વાદળો છવાઈ ગયા હતા. જેના કારણે તાપમાનમાં અંદાજિત 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેને કારણે લોકોએ અકળાવનારી ગરમીમાંથી થોડી રાહત મેળી હતી, વાતાવરણમાં આવેલા અચાનક પલટાની અસરો 2 કે 3 દિવસ સુધી જોવા મળશે. ત્યાર બાદ ફરી ઉનાળાનો આકરો તાપ પડશે જેને લઈને લોકોએ આકરી ગરમી સહન કરવા માટે પણ તૈયાર રહેવું પડશે તેવું લાગી રહ્યું છે.