જૂનાગઢઃ જિલ્લાની 338 ગ્રામ પંચાયતની ચૂંટણીઓની મત ગણતરી ચાલી (Gujarat Gram Panchayat election Result 2021 )રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામના (Chanaka village of Bhesan taluka of Junagadh )સરપંચ પદે દયાબેન રામાણી વિજય થયો છે. સરપંચ પદે વિજેતા ઉમેદવાર આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party ) સમર્થન ઉમેદવાર હોવાનું બહાર આવ્યું છે. ચણાકા ગામ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું ગામ છે, વિજય રૂપાણી તેમના પરિવાર સાથે વર્ષમા બે વખત કુળદેવીના દર્શન અને અન્ય સામાજીક પ્રસંગોએ હાજરી આપતા હોય છે. રાજકીય રીતે ખૂબ મહત્વના ગણાતા ચણાકા ગામમાં આમ આદમી સમર્થક મહિલા ઉમેદવાર સરપંચ પદે વિજેતા થતા જૂનાગઢ જિલ્લામાં ભાજપના વિજય (Bharatiya Janata Party )અભિયાનને ધક્કો લાગતો જોવા મળી રહ્યો છે.
ચણાકા ગામમાં આમ આદમી પાર્ટી સમર્થિત પેનલનો વિજય
જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામ માંથી ભાજપ માટે માઠા સમાચાર આપતા હોય તેવા ચૂંટણી પરિણામો સામે આવી રહ્યા છે. ચણાકા ગામ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું (Former Chief Minister Vijay Rupani)ગામ હોવાને કારણે પણ આ ચૂંટણી જંગ ખુબજ રસપ્રદ માનવામાં આવતો હતો, અને સમગ્ર ચૂંટણી પરિણામ ભાજપ માટે મહત્વના માનવામાં આવી રહ્યા હતા આવા સમયે ચણાકા ગામના સરપંચ પદે આમ આદમી પાર્ટી (AAP candidate wins Sarpanch post)સમર્થિત ઉમેદવાર દયાબેન રામાણી તેમના પેનલના તમામ સભ્યો સાથે ચૂંટણી જંગમાં વિજેતા જાહેર થયા છે. આપ નો આ વિજય જૂનાગઢ જિલ્લામાં ભાજપના વિજ્ય અભિયાનને ધક્કા સમાન માનવામાં આવી રહ્યો છે. એટલા માટે કે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પૈતૃક ગામ ચણાકા માં ભાજપનો પરાજય નવા રાજકીય સમીકરણો અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ભાજપની પહોંચને ઠેસ લગાડી શકે છે.
ભાજપની સાથે કૉંગ્રેસ માટે પણ ચણાકા ગામમાં પરાજય
ભેસાણ અને વિસાવદર સંયુક્ત બેઠક પર પાછલા દસ વર્ષથી કૉંગ્રેસના હર્ષદ રિબડિયા ધારાસભ્યની ચૂંટણી જીતતા આવ્યા છે. આવા સમયે ખૂબ જ રાજકીય રીતે મહત્વ ધરાવતા ચણાકા ગામમાં કૉંગ્રેસ પ્રેરિત ઉમેદવારનો પણ પરાજય થયો છે. આવી પરિસ્થિતિમાં આજના ચૂંટણી પરિણામો ભાજપ અને કૉંગ્રેસ બંને માટે રાજકીય પીછેહટ સમાન માનવામાં આવી રહ્યા છે, ચણાકા બેઠક પર આમ આદમી પાર્ટી સમર્થિત ઉમેદવાર દયાબેન રામાણી 425 મતની જંગી સરસાઇથી વિજેતા બન્યા છે. ગ્રામ પંચાયતમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ અને તેના પણ ભાજપ અને કૉંગ્રેસ જેવા દિગ્ગજ રાજકીય પક્ષોના સમર્થક ઉમેદવારોને હરાવીને કાઠુ કાઢનાર દયાબેન રામાણી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભેસાણ અને વિસાવદર સંયુક્ત બેઠક પર રાજકીય સમીકરણ બદલાવી શકે છે ,તેવી શક્યતાને પણ આજના પરિણામ પરથી નકારી શકાય તેમ નથી એટલા માટે કે ભેસાણ અને વિસાવદર વિધાનસભા બેઠક પાટીદાર મતદારો બહુલીક બેઠક માનવામાં આવે છે, અને દયાબેન રામાણી પોતે પાટીદાર સમાજમાંથી આવે છે આવા સમયે તેમનું ચણાકા ગામના સરપંચ બનવાનું રાજકીય રીતે ખૂબ મોટો પડકાર ભાજપ અને કૉંગ્રેસ માટે બની શકે છે.
વિજેતા ઉમેદવાર દયાબેન રામાણીએ ETV Bharatને આપી પ્રતિક્રિયા
ચણાક બેઠક પરથી સરપંચ પદે વિજેતા થયેલા દયાબેન રામાણીએ ETV Bharatને તેમના વિજય બાદ ટેલિફોનિક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગામના સરપંચ પદે વિજેતા બનાવનાર ગામલોકોનો તેઓ આભાર માને છે. સાથે સાથે ગામ લોકોએ જે જવાબદારી તેમને સોંપી છે તેનો નિષ્ઠાપૂર્વક વહન કરશે અને ગામના પ્રાણ પ્રશ્નોને લઇને તેવો સતત ગામની સાથે જોવા મળશે અને ઉચ્ચ કક્ષાએ ગામની સુવિધાઓમાં વધારો થાય તેને લઈને ગામના સાર્વત્રિક હિતને ધ્યાને રાખીને તેઓ કામ કરશે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સમગ્ર મામલાને લઈને તેઓએ ETV Bharatને કશું કહેવાનું ઇનકાર કર્યો હતો પરંતુ જે પ્રકારે તેઓ સરપંચ પદે વિજેતા રહ્યા છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ વિસાવદર અને ભેંસાણ બેઠક પર ખૂબ મોટો રાજકીય પડકાર ભાજપ અને કોંગ્રેસ માટે બની રહેશે જે આવનારો સમય બતાવશે.
આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત વધુ 3 આરોપીની અટકાયત
આ પણ વાંચોઃ Surat Hunnar Haat Closing : 10 દિવસમાં 17 લાખ સુરતીઓએ માણ્યો, કરોડોની રેકોર્ડ બ્રેક કરી ખરીદી