જૂનાગઢ પ્રથમ તબક્કાનું મતદાન પહેલી તારીખ અને ગુરૂવારના દિવસે પૂર્ણ થયેલા મતદાન બાદ જૂનાગઢ એન્જિનિયરિંગ એગ્રીકલ્ચર કોલેજ (Engineering Agriculture College in Junagadh) ખાતે મત ગણતરી સેન્ટર (Vote Counting Centre) ઉભુ કરાયું છે. જેમાં VVPAT અને EVM રાખવામાં આવ્યા છે. ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વહીવટી તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા વોર રૂમમાં સતત નિરીક્ષણ (Constant monitoring in the war room) કરાઈ રહ્યું છે.
મત ગણતરી સેન્ટર પર ઉભો કરાયો વોર રૂમ પહેલા તબક્કાનું મતદાન પહેલી તારીખ અને ગુરુવારના દિવસે પૂર્ણ થયા બાદ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની (Five assembly seats of Junagadh district) મતગણતરી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં આગામી આઠમી તારીખે હાથ ધરાવવા જઈ રહી છે. ત્યારે EVM અને VVPAT મત ગણતરી સેન્ટરના જે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. ત્યાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારો માટે ખાસ નિરીક્ષણ વોર રૂમ ઊભો કરાયો છે.
VVPAT અને EVMનું સતત ત્રીજી આંખથી નિરીક્ષણ અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મત ગણતરી સેન્ટરમાં રાખવામાં આવેલા VVPAT અને EVMનું સતત ત્રીજી આંખથી નિરીક્ષણ કરાઈ રહ્યું છે. તેના પર ચોક્કસ નજર રાખી રહ્યા છે. આ વખતે પ્રથમ વખત સ્ટ્રોંગ રૂમ કે જ્યાં EVM અને VVPAT રખાયા છે તે જગ્યા પર સીસીટીવી કે મોનિટર કરાવી રહ્યું છે. તે સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે વોર રૂમમાં મોટા સ્ક્રીન પર ઉમેદવારોના કાર્યકરો અને ઉમેદવારો સ્ટ્રોંગ રૂમની રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સુરક્ષા જોઈ શકે છે.
કોંગ્રેસના કાર્યકરે ઈટીવી ભારત સાથે કરી વાત કોંગ્રેસના કાર્યકર અને વોર રૂમમાં સતત હાજરી આપનાર મહેન્દ્ર સગરે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ નિરીક્ષણ વોર રુમમાં સતત 24 કલાક હાજર રહીને EVM અને VVPATનું જે નિરીક્ષણ થઈ રહ્યું છે. તેના પર નજર રાખી રહ્યા છે તેઓને જિલ્લા વહીવટી તંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. પરંતુ કોઈ પણ ગડબડની સ્થિતિમાં નાના કર્મચારીઓને કોઈ નુકસાન ન થાય તેને લઈને તેઓ સતત વોર રૂમમાં 24 કલાક પાછલા પાંચ દિવસથી સતત હાજર જોવા મળે છે.
વોર રૂમમાં હાજર રહીને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા આઠ તારીખને સવારે 7:00 વાગ્યા સુધી સતત નિરીક્ષણ કક્ષમાં હાજરી આપીને EVM અને VVPATનું જે નિરીક્ષણ થઈ (Inspection of EVM and VVPAT) રહ્યું છે. તેની પર ખાસ નજર રાખી રહ્યા છે. તેમની સતત અને 24 કલાકની વોર રુમમા હાજરી જિલ્લા વહીવટી તંત્ર પર કોઈ શંકાની ઈરાદાથી થઈ રહી નથી, પરંતુ પાછલા કેટલાય અનુભવોને આધારે નાનો કર્મચારી કોઈપણ ગડબડની સ્થિતિમાં ફસાઈ ન જાય તેને લઈને સતત 24 કલાક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વોર રૂમમાં હાજર રહીને સ્ટ્રોંગ રૂમની જે સુરક્ષા થઈ રહી છે. તેને CCTVના માધ્યમથી સતત જોઈ રહ્યા છે.