વલસાડ જિલ્લાની વાગલધારા સ્કૂલમાં હાલમાં કુલ 198 વિદ્યાર્થી છે 1 થી 8 ધોરણનીઆ સ્કૂલમાં 2012માં સરકાર દ્વારા જિલ્લા પંચાયત આધારિત ભરતી કરવામાં આવેલા અજય કુમાર બાબુભાઈ સતત પાંચ વર્ષથી ફરજ બજાવી રહ્યા હતાં. ગ્રામજનો અને બાળકો સાથે ખુબજ નમ્રતા અને પ્રેમાળથી વર્તન કરતા આચાર્ય બાળકોને ખૂબ જ સારું શિક્ષણ આપ્યું હતું. શાળાની વિકાસ લક્ષી પ્રગતિ સાધવામાં તેમનો મહત્વનો ફાળો હતો.
હાલમાં જ સરકારની નવી ગાઈડલાઈન અનુસાર RTE મુજબ ધોરણ 1 થી 5માં દોઢસો વિદ્યાર્થી હોય તો અને ધોરણ 6 થી 8 માં 100 વિદ્યાર્થી હોય તો સ્કૂલમાં આચાર્ય પદ મળી શકે, પરંતુ વાઘેલામાં 1 થી 5 ધોરણમાં 114 વિદ્યાર્થી છે, જ્યારે 6 થી 8 ધોરણમાં માત્ર 84 વિદ્યાર્થી છે, જેને લઇને અહીં આચાર્યની નિમણૂક થઇ શકે નહીં એવી guideline હાલમાં જ સરકારે બહાર પાડતા અહીં કામ કરી રહેલા અજયભાઇની બદલી કરી દેવામાં આવી હતી.
બદલી થવાને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે બદલી રોકવા માટે થોડા દિવસ અગાઉ તાલુકા પંચાયતમાં લેખિતમાં આવેદનપત્ર પણ આપ્યું હતું, પરંતુ તેમ છતાં સરકારની ગાઈડલાઈન મુજબ બદલી હોવાને કારણે કોઇ કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલા વાલીઓ એ બાળકોનું શિક્ષણ ન બગડે એવા હેતુથી વહેલી સવારે શાળાને તાળાબંધી કરી દીધી હતી અને તમામ વિદ્યાર્થીઓ શાળાના ગેટની બહાર સરકારનાઆ નિર્ણયનો વિરોધ કરતા બહાર બેસી રહ્યા હતા.