મગફળીનુ કૌભાંડ થયુ હતુ તે સમયે કોંગ્રેસ માગ કરી રહી હતી કે મગફળીના જેટલા ગોડાઉન ભરેલા છે તે તમામની તપાસ થવી જોઈએ. પરંતુ, રાજ્ય સરકારે તપાસ કરીશું કહી બધા જ ગોડાઉનને તાળા મારી દીધા હતા. પોરબંદરમાં મગફળી ભરેલા ગોડાઉન પર અર્જુનભાઈ મોઢવાડિયા, પાલભાઈ આંબલિયા દ્વારા મીડિયા સાથે રાખી જનતા રેડ કરવામાં આવી હતી તો કોંગ્રેસના આગેવાનો પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા ભીનું સંકેલવા અને કૌભાંડો છુપાવવા ગોડાઉનને તાળા મારી તપાસનું નાટક કરવામાં આવ્યુ હતું. તેના પરથી સાબિત થાય છે કે, સરકાર દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. એટલે જ સરકાર દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કોઈ તપાસ કરવામાં ન આવી જેના કારણે આ કૌભાંડ દબાઇ ગયું હતું.
હાલમાં રાજ્ય સરકાર તે મગફળીની હરરાજી કરી વેપારીઓને વેંચી રહ્યા છે. ત્યારે તે ગોડાઉન ખોલવાની ફરજ પડી હતી. તે ગોડાઉન ખોલતા તેમાંથી ભાજપ સરકાર દ્રારા મગફળી ખરીદી કૌભાંડનો પાપનો ઘડો ફુટ્યો છે.
ટેકાના ભાવે ખરીદેલી મગફળી બરેલુ કચ્છના ગાંધીધામનુ ગોડાઉન ખોલવામાં આવ્યુ છે. તેમાં પડેલી મગફળી જોઈ ત્યારે ખબર પડે કે અત્યાર સુધી બહાર આવેલી વિગતો તો હીમશીલાની ટોચ જેવી હતી. જેમાં મગફળી તો છે જ નહીં ધુળ કે ઢેફા પણ નથી. મગફળીના ફોફા, રેતી, કાકરી, કાકરા અને પત્થર જ જોવા મળે છે.