જૂનાગઢ : ઓટો રીક્ષામાં બેઠેલી મહીલાનો સોનાનો ચેઈન ચોરાતા પોલીસ ફરીયાદ સામે આવી (gold chain stealing in Junagadh) હતી. સમગ્ર મામલાની વાત કરીએ તો જૂનાગઢ બીલખા રોડ પર રહેતા અને મૂળ ખોખરડા ગામના નીમુબેન વા.ઓ ઝવેરગીરી લક્ષ્મણગીરી મેઘનાથી ખોખરડા ફાટકથી ઓટો રિક્ષા રોકાવી કેશોદ આવવા માટે બેઠા હતા. ત્યારે જૂનાગઢ તરફથી આવતી ઓટો રીક્ષામાં અગાઉથી ત્રણ પ્રવાસીઓ બેઠા હતા. જેમાં નીમુબેન પોતાની જેઠાણી સાથે હોય બે પ્રવાસીઓ આગળ ડ્રાઈવર સાથે બેઠાં હતાં. ત્યારે એક શખ્સ બંને મહિલાઓ સાથે પાછળની સીટ પર બેઠા હતા. (Junagadh Crime News)
આ પણ વાંચો ઘરના જ ઘાતકીઃ બેંકના લોકરમાંથી પટ્ટાવાળાએ પત્ની થકી 47 લાખની ચોરી કરાવી
સોનાનો ચેઈન ચોરાતા પોલીસ ફરીયાદ કેશોદ માર્કેટિંગ યાર્ડ પાસે સંકળામણ થતી હોવાનું જણાવી ત્રણેય પ્રવાસ બાયપાસ નજીક ઉતરી ગયા હતા. નીમુબેન પોતાની જેઠાણી સાથે કેશોદના આંબેડકર ચાર ચોક વિસ્તાર નજીક ઉતરી ગયા બાદ ધ્યાનમાં આવ્યું કે ગળામાં પહેરેલો સોનાનો ચેઈન કોઈ સેરવી ગયું છે. જે સોનાનો ચેઈન અંદાજે અઢી તોલાનો આશરે કિંમત રૂપિયા એક લાખનો હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાનાં ગળામાંથી સોનાનો ચેઈન સેરવી ગયાનું લાગતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. (Junagadh auto rickshaw)
આ પણ વાંચો ભિક્ષુક AMCની સ્કોર્પિયો ચોરી કરીને જતા રહ્યો, કેવી રીતે પકડાયો જૂઓ
પોલીસે આરોપીની ઝડપી પાડ્યો કેશોદ પોલીસ દ્વારા અજાણ્યા રીક્ષાચાલક અને ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી (Keshod Police) તપાસ હાથ ધરી હતી. જેમાં વધુ તપાસ બાદ રાજકોટ નવાગામનો ગોવિંદ ઉર્ફે સુરેશ ભીખા સોલંકીની ઓળખ મેળવી અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિરણ ડાભી અને અમરા જુજીયા દ્વારા રાજકોટ નવાગામ ખાતે ઘરે પહોંચી ઝડપી લીધો હતો. કેશોદ પોલીસ દ્વારા સાતેક મહિના અગાઉ બનેલા બનાવનાં આરોપીની ઓળખ કરી અટકાયત કરી સરાહનીય કામગીરી કરવા બદલ ઉપરી અધિકારીઓએ પીઠ થાબડી અભિનંદન આપ્યા હતા. (Gold chain stolen from rickshaw in Junagadh)