ETV Bharat / state

જૂનાગઢમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષિત કરાયા

સમગ્ર દેશની સાથે આજે જૂનાગઢમાં પણ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીકરણથી સુરક્ષિત કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય રસીકરણ અભિયાનની શુભ શરૂઆત કરી હતી. ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પર્યટન પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં આજે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીકરણ કરીને વૈશ્વિક મહામારી કોરોના સામે સુરક્ષિત કર્યા હતા.

જૂનાગઢમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષિત કરાયા
જૂનાગઢમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષિત કરાયા
author img

By

Published : Jan 16, 2021, 1:44 PM IST

  • સમગ્ર રાષ્ટ્રની સાથે જૂનાગઢમાં પણ શરૂ થયું કોરોના રસીકરણ અભિયાન
  • પ્રથમ તબક્કામાં જૂનાગઢ જિલ્લામાં ત્રણ કેન્દ્રો પર હાથ ધરાશે રસીકરણ અભિયાન
  • જૂનાગઢ કેશોદ અને ચોરવાડના 300 કોરોના વોરિયર્સને રસીકરણથી આવરી લેવાશે
  • સમગ્ર રાષ્ટ્રની સાથે જૂનાગઢમાં પણ શરૂ થયું કોરોના વોરિયર્સ રસીકરણ અભિયાન

જૂનાગઢ : વૈશ્વિક મહામારી કોરોના સામે પાછલા 10 મહિનાથી બાથ ભીડીને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેમજ જે વ્યક્તિઓ કોરોના સંક્રમિત બહાર આવ્યા છે. તેની તબીબી સારવાર કરનાર ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આજે રસીકરણથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવેલા કોરોના રસીકરણ સેન્ટરમાં રાજ્યના પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લાના કોરોના રસીકરણ અભિયાનની શુભ શરૂઆત કરાવી હતી. સર્વ પ્રથમ વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દિલ્હીથી રાષ્ટ્રીય રસીકરણ અભિયાનને ખુલ્લું મૂકયું હતું. ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા રસીકરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ તબક્કામાં 100 જેટલા જૂનાગઢના કોરોના વોરિયસને કોવિડશીલ્ડ રસીથી સુરક્ષિત કરવાના મહાઅભિયાનની આજથી શુભ શરૂઆત થઇ છે.

જૂનાગઢમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષિત કરાયા
જૂનાગઢમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષિત કરાયા
જૂનાગઢમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષિત કરાયા
જૂનાગઢમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષિત કરાયા

રસીકરણ બાદ કોરોના વોરિયર્સનો ઉત્સાહ જનક પ્રતિભાવ, બધું સુરક્ષિત લોકો રસી માટે કરે પહેલ

આજે પ્રથમ તબક્કાના રસીકરણ અભિયાનની શરૂઆત જૂનાગઢ ખાતે ડૉ. અજય પરમારથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરથી લઇને સિવિલ હોસ્પિટલમાં તબીબી સહાયક સ્ટાફ તરીકે કામ કરતા 100 જેટલા કોરોના વોરિયર્સએ આજે રસીકરણમાં ભાગ લઇને પોતાની જાતને કોરોના સંક્રમણથી સુરક્ષિત કરી હતી. રસી લીધા બાદ કોરોના વોરિયર્સે ઉત્સાહ જનક પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, રસી લીધા બાદ તેમને કોઈપણ પ્રકારની સામાન્ય આડઅસરનો સામનો કરવો પડ્યો નથી. બધું જ સામાન્ય છે સર્વે લોકોને તમામ પ્રકારની ગેરસમજથી દૂર રહીને રસીકરણ અભિયાનનો ભાગ બનવા અને પોતાની પરિવારની સાથે સમગ્ર રાષ્ટ્ર અને વૈશ્વિક મહામારીમાંથી સુરક્ષિત કરવા આગળ આવવા કોરોના વોરિયર્સે અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.