રવિવારના રોજ યોજાનારી આ મતદાન પ્રક્રિયાને લઇને વહીવટીતંત્ર દ્વારા તમામ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જૂનાગઢ મનપાના 15 વોર્ડને ચાર ભાગમાં વિભાજીત કરીને મતદાનની સામગ્રી મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ત્યારે શુક્રવારના રોજ બપોરે 1 કલાકે નાયબ ચૂંટણી અધિકારીની હાજરીમાં મતદાન મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓને મતદાનને લઈને પ્રાથમિક સમજ આપવામાં આવી હતી. ત્યાર બાદ EVM અને મતદાનને લગતી અન્ય સામગ્રીઓ જે બુથના મતદાન કર્મચારી અને અધિકારીને સુપ્રત કરવામાં આવી હતી. જે સામગ્રી બપોર બાદ તમામ કર્મચારીઓ તેમના ફાળવવામાં આવેલા મતદાન મથકો પર હાજર થઈ આવતીકાલના મતદાન માટે તૈયાર કરવામાં આવશે.