જૂનાગઢ મનપામાં જાહેર કરાયેલાં પદાધિકારીઓમાંથી મહિલાઓની બાદબાકી - Exclusion of women
જૂનાગઢ ઃ તાલુકમાં મનપામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં એક પણ પદ કે હોદ્દા પર મહિલાની નિમણૂંક કરાઈ નથી. જેને લઈ શાસક અને વિરોધ પક્ષની મહિલામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શુક્રવારના રોજ જૂનાગઢ મનપામાં વિવિધ હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા અને દંડક જેવા જવાબદાર પદો પર બિનહરીફ વરણી થઈ હતી. આ વરણીમાં ચોંકાવનારી વાત એ હતી કે, એક પણ પદ માટે જૂનાગઢ મનપામાં કોઈ મહિલાની વરણી કરવામાં આવી નથી. તમામ હોદ્દાઓ પર પુરુષ કોર્પોરેટરોની જ નિમણૂંક કરવામાં આવી હતી. જેને લઈને શાસક અને વિરોધ પક્ષની મહિલા કોર્પોરેટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પ્રથમ વખત જૂનાગઢ મનપામાં 50 ટકા બેઠકો પર મહિલા અનામત લાગું કરવામાં આવી છે. જે પૈકી જૂનાગઢ મનપાની 60 બેઠકોમાંથી 30 બેઠકો પર મહિલા કોર્પોરેટરો ચૂંટાઈને આવી છે. જેમાં ત્રણ કોર્પોરેટરો વિરોધ પક્ષમાંથી અને 27 કોર્પોરેટરો શાસક પક્ષમાંથી ચૂંટાયા છે. પણ શુક્રવારના રોજ જાહેર કરેલાં પદાધિકારીઓના નામમાં એક પણ મહિલા કોર્પોરેટરને સ્થાન ન મળતાં સરકારની મહિલા ઉત્થાનની વાતો પોકળ સાબિત થતી જોવા મળી રહી છે.
Body:આજે જૂનાગઢ મનપામાં મેયર ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં એક પણ પદ કે હોદ્દા પર મહિલા ની નિમણૂક કરવામાં આવી ન હતી જેને લઇને શાસક અને વિરોધ પક્ષમાં બેસેલી મહિલાઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે
આજે જૂનાગઢ મનપામાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા અને દંડક જેવા જવાબદાર પદો પર આજે બિનહરીફ વરણી થઈ હતી આ વરણીમા ચોંકાવનારી વાત એ હતી કે એક પણ પદ માટે જૂનાગઢ મનપામાં કોઈ મહિલાને યોગ્ય ગણવામાં ન આવી હોય તે રીતે તેને અવગણીને તમામ હોદ્દાઓ પર પુરુષ કોર્પોરેટરોની આજે નિમણૂક કરવામાં આવી હતી જેને લઈને શાસક અને વિરોધ પક્ષની મહિલા કોર્પોરેટરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે
પ્રથમ વખત જૂનાગઢ મનપામાં ૫૦ ટકા બેઠકો પર મહિલા અનામત લાગુ કરવામાં આવી છે જે પૈકી જુનાગઢ મનપાની 60 બેઠકોમાંથી 30 બેઠકો પર મહિલા કોર્પોરેટરો ચૂંટાઈને આવે છે જેમાં ત્રણ કોર્પોરેટરો વિરોધ પક્ષમાંથી અને 27 કોર્પોરેટરો શાસક પક્ષમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બની છે આજે જાહેર કરેલા પદાધિકારીઓના નામ માં એક પણ મહિલા કોર્પોરેટર ને સ્થાન ન મળતા સરકારની મહિલા ઉત્થાન ની વાતો અને મહિલાને પદ આપવા જેવી આ વાતને લઈને આજે પ્રદેશ ભાજપ દ્વારા મહિલાઓને જૂનાગઢ મહાનગર માં કોરાણી ધકેલી દેવામાં આવી છે જેને લઇને શાસક અને વિરોધ પક્ષના મહિલા કોર્પોરેટરો માં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે
Conclusion: