આ સમાચાર પર પશ્ચિમ બંગાળ (Indian National Congress-West Bengal) કોંગ્રેસે ટ્વીટ કરતા લખ્યું છે કે, કાલાવડ-જૂનાગઢ હાઇવે પર જે પુલ ધરાશાયી થયો હતો. તે પુલનું 3 મહિના પહેલા વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ બંગાળ કાંગ્રેસના આ ટ્વીટને રાહુલ ગાંધીએ પણ લાઈક કર્યું છે. ખરેખર આ ટ્વીટ ખોટું છે. વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
અમે બંગાળ કોંગ્રેસના ટ્વીટના દાવા પર તપાસ કરી સમાચારની ખરાઈ કરી છે. જેમાં સામે આવ્યું કે, આ ટ્વીટ એકદમ ખોટું છે અને આવા ટ્વીટ દ્વારા ભ્રામકતા ફેલાવવામાં આવી રહી છે. જે પુલ ધરાશાયી થયો હતો, તે ખરેખર તો 50 વર્ષથી પણ વધુ જૂનો હતો. આ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. જો કે, સ્થાનિકોએ પુલના સમારકામ માટે રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાયદેસર પગલા લેવામાં આવ્યા નહોતા.
આ વાયરલ પોસ્ટની તપાસ કરીને ETV Bharat Gujarat એ 19 જૂન, 2019ના રોજ એક સમાચાર પ્રકાશિત કર્યા હતાં. જેમાં આ ઘટનાની પુષ્ટિ કરતા એક સમાચાર હતાં.
સાચા ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
આ બ્રિજ જામનગર-જૂનાગઢ હાઈવે પર આવેલો છે. જે 19 જૂનના દિવસે બપોરના સમયે અચાનક પડી ગયો હતો. પુલના બાંધકામ પરથી જોઈ શકાય છે કે, આ પુલ બહુ જૂનો છે, તો PM મોદીએ ત્રણ મહિના પહેલા પુલનું ઉદ્ઘાટન કેવી રીતે કર્યું હોય? આ બ્રિજનું કામ 50 વર્ષથી વધુ સમય પહેલા થયું હોય તેવું લાગે છે. નીચેના ફોટોગ્રાફને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે, આ પુલ નીચેના બિમ બહુ જૂના છે.
આ ઉપરાંત, અમે PM મોદીના ઉદ્ઘાટન વિશેના સમાચાર વિશે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે, ઇન્ટરનેટ પર આવા કોઈ સમાચાર નથી. છેલ્લે વડાપ્રધાન મોદીએ માર્ચ, 2017માં ગુજરાતમાં નર્મદા નદી પર ફોર-લેન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. લગભગ દરેક મીડિયા હાઉસે આ સમાચાર પ્રકાશિત કર્યાં છે. જેથી ETV Bharat Gujaratની તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે, વાયરલ પોસ્ટનો દાવો ગેરમાર્ગે દોરે છે. જો કે, બ્રિજ ધરાશાયી થવાના સમાચાર એકદમ સાચા છે, પરંતુ ત્રણ મહિના પહેલા વડાપ્રધાન મોદીએ આ પુલનું ઉદ્ઘાટન કર્યું છે. આ વાત એકદમ ખોટી છે. PM મોદીએ આવા કોઈ પુલનું ઉદ્ધાટન કર્યું નથી.
ETV Bharat Gujaratનો આ પ્રયાસ તમને પસંદ આવ્યો, તો આ સ્ટોરીને શેર કરો, આવા વિવિધ સામચાર વાંચવા માટે જોતા રહો અને વાંચતા રહો ETV Bharat Gujarat.