- જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન નો જથ્થો અને તકેદારીઓ સુચારુ રૂપથી ચાલતું હોવાનું આવ્યું બહાર
- આગામી દિવસોમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થાય તેની ઉજળી શક્યતાઓ
- ETV Bharatએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના ઓક્સિજન સપ્લાયનો કર્યો રિયાલિટી ચેક
જૂનાગઢ: બુધવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લાઓમાં ઓક્સિજન ટાંકિમાં લીકેજના કારણે કેટલાક દર્દીઓના મૃત્યું થયા હતા. આજે ETV Bharat દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને આપવામાં આવતા ઓક્સિજન વ્યવસ્થાની રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં ઓક્સિજનના જથ્થાથી લઈને ઓક્સિજન પ્રત્યેક દર્દી સુધી પહોંચે તે માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું, જેમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન સપ્લાય સેન્ટરમાં ઓક્સિજનના જથ્થાથી લઈને તેને પહોંચાડવાની વ્યવસ્થા સમી સુથરી જોવા મળી હતી.
આ પણ વાંચો : સુરતમાં ઓક્સિજન ટેન્કોની વ્યવસ્થા અંગે ETV Bharatનું રિયાલિટી ચેક
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજના દિવસે ઓક્સિજનનો પુરવઠો અને સપ્લાય પૂર્વવત જોવા મળી
બુઘવારની જે દુર્ઘટના ઘટી હતી ઓક્સિજન ટેંકમાં લિકેજ થવાને કારણે કેટલાક દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો હતો આવી પરિસ્થિતિમાં ETV Bharatનું રિયાલિટી ચેક જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓક્સિજન સપ્લાય સેન્ટરમાં કરવામાં આવ્યું હતું ,જેમાં ઓક્સિજનના પુરવઠા તેમજ તેને દર્દી સુધી પહોંચતો કરવા માટેની તમામ ટેકનિકલી વ્યવસ્થા આજના દિવસે સંપૂર્ણ સુરક્ષિત અને સાવચેતી ભરી લાગી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આગામી દિવસોમાં ઓક્સિજનનો પ્લાન્ટ પણ કાર્યરત થઈ જશે જેને કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ દર્દીઓને સારવાર આપી શકાશે.