- ભુજના હમીરસર તળાવના કાંઠે વૃક્ષોનું જતન કરવા માટે કરાઈ અનોખી પહેલ
- તળાવના કાંઠે આવેલા 106 ઘટાદાર વૃક્ષો પર ચિત્રકામ કરાયું
- ભુજ દ્વારકાધીશ મંદિરના સહયોગથી કરાયું ચિત્રકામ
કચ્છ: રણપ્રદેશ કચ્છમાં વરસાદનું ખૂબ જ મહત્વ છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર (The effects of global warming) વિશ્વ સાથે કચ્છમાં પણ જોવા મળી છે, ત્યારે કચ્છમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જેથી આગામી પેઢીને આ વૃક્ષોનો ફાયદો મળી રહે. ઐતિહાસિક હમીરસર તળાવ (Hamirsar Lake) કાંઠે આવેલા ઘટાદાર 106 વૃક્ષો પર ભુજ દ્વારકાધીશ મંદિરના સહયોગથી સુંદર ચિત્રકામ કરી પ્રકૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. તમામ વૃક્ષ પર કોરોના રસીકરણ, કોરોના વોરિયર, ટ્રાફિક નિયમો, સામાજિક, ધાર્મિક તેમજ રાજકીય બાબતોને ચિત્રકારોએ ખૂબ જ સુંદર રીતે કંડારી છે.
આ પણ વાંચો: ભુજમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે વિવિધ મુદ્દે સરકાર સામે નોંધાયો વિરોધ
આ પ્રશંસનીય કાર્ય દ્વારકાધીશ મંદિરના સહયોગથી કરાયું
વૃક્ષોનું જતન કરવા માટે આ અનોખી પહેલની ચર્ચા સમગ્ર ભુજમાં થઈ રહી છે. વૃક્ષોના વાતાવરણની સાથે લોકોની ખુશીમાં પણ વધારો થાય છે. જેથી દરેક વ્યક્તિએ વૃક્ષ વાવીને તેનું જતન કરવું જોઈએ. વૃક્ષ પર ચિત્રકામ કરીને તેનું જતન કરવાનું ખૂબ જ પ્રશંસનીય કાર્ય દ્વારકાધીશ મંદિરના સહયોગથી કરવામાં આવ્યું છે. તેમજ ટ્રસ્ટીએ અપીલ પણ કરી હતી કે લોકો વધુને વધુ વૃક્ષો વાવે. ભુજના હૃદય સમાન હમીરસર તળાવ (Hamirsar Lake) ના કાંઠે ઘટાદાર વૃક્ષો પર થયેલા ચિત્ર અનેકવિધ બાબતોની માહિતી પણ પૂરી પાડે છે. તેમજ હાલ આ તમામ વૃક્ષ સ્થાનિક તથા કચ્છ આવતા સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
આ પણ વાંચો: પ્રાગસર લેક ઉપર ફિશ માર્કેટ અને રેન બસેરા શરુ કરવાના પ્રપોઝલ ઉપર હાઇકોર્ટે લગાવી રોક
લોકોમાં વૃક્ષો વાવવા તથા તેનું જતન કરવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય: ટ્રસ્ટી, દ્વારકાધીશ મંદિર
ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર (Chief Officer) અને પ્રમુખની મંજૂરીથી દ્વારકાધીશ મંદિરના સૌજન્યથી 106 વૃક્ષો પર ચિત્રકામ કરવામાં આવ્યું છે. અલગ અલગ epic ચિત્રો દોરવામાં આવ્યા છે. દરેક વૃક્ષ એક જુદો મેસેજ આપે છે. ભુજમાં લેકવ્યું હોટેલ પાસેથી ખેંગાર પાર્ક સુધી ટ્રાફિક નિયમોથી લઈ સામાજિક, ધાર્મિક, રાજકીય જીવનને લગતા ચિત્રો કંડાર્યા છે. આ કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ્ય અહીંના લોકોમાં વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરવા તથા તેનું જતન કરવા માટે જાગૃતતા ફેલાવવાનો છે.