ETV Bharat / state

Dr.Atul Chag Suicide Case: સાંસદ રાજેશ ચુડાસમાના પિતાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા

વેરાવળના ડોક્ટર અતુલ ચગના ચકચારી આત્મહત્યા કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ ચુડાસમાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ આગોતરા જામીન અરજી નારણભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ કોર્ટમાં કરવામાં આવી હતી.

dr-atul-chag-suicide-case-veraval-court-rejected-the-anticipatory-bail-of-mp-rajesh-chudasmas-father

author img

By

Published : Jun 2, 2023, 4:59 PM IST

જૂનાગઢ: વેરાવળના પ્રખ્યાત અને નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવી રહ્યો છે. ધરપકડથી બચવા સાંસદ રાજેશ ચુડાસમાના પિતા દ્વારા વેરાવળ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી જેને વેરાવળ કોટે આજે ફગાવી દેતા ફરી એક વખત ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ રાજકીય રીતે ચર્ચાના એરણ પણ જોવા મળી રહ્યો છે. ગત 12મી ફેબ્રુઆરીના દિવસે ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલામાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારાયણભાઈ ચુડાસમાનું નામ ઉછળી રહ્યું હતું.

વેરાવળ કોટે ફગાવ્યા જામીન: ગઈકાલે વેરાવળ કોર્ટમાં આગોતરા જામીનને લઈને સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાએ વેરાવળ કોર્ટમાં અપીલ કરી હતી જેની સુનાવણી ગઈકાલે પૂર્ણ થઈ હતી. તેમા આજે વેરાવળ કોર્ટે ચુકાદો આપ્યો છે અને સાંસદ પુત્રના પિતાના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. હવે સાંસદ રાજેશ ચુડાસમા અને નારણભાઈ ચુડાસમા રાજ્યની વડી અદાલતમાં આગોતરા જામીનને લઈને અરજી કરી શકે છે. આગામી દિવસોમાં ચુડાસમા પિતા પુત્ર રાજ્યની વડી અદાલતમાં આગોતરા જામીન અંગે અરજી કરશે કે સમગ્ર મામલામાં પોલીસ પિતા પુત્રની અટકાયત કરશે તે આવનારો સમય બતાવશે.

FIR સુધીનો ઘટનાક્રમ: 12 મી ફેબ્રુઆરીએ ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી હતી. જેની મરણોત્તર નોંધમાં રાજેશ ચુડાસમા અને નારણભાઈ ચુડાસમાનો ઉલ્લેખ ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરતા પૂર્વે ચિઠ્ઠીમાં લખીને કર્યો હતો. ત્યારબાદ બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી ન હતી. 30 દિવસ જેટલો સમય વિતવા છતાં પણ આરોપી તરીકે રાજેશ ચુડાસમા અને નારણભાઈ સામે એફ.આઇ.આર નહીં નોંધાતા અંતે ચગ પરિવારે રાજ્યની વડી અદાલતમાં બંને પિતા પુત્રને આરોપી દર્શાવવા દાદ માંગી હતી. હાઇકોર્ટે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટના દિશા નિર્દોષોને અનુરૂપ હોય મામલામાં સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન મેળવવામાં આવે તેવી ટકોર કરી હતી. અચાનક વેરાવળ પોલીસે સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતા ફરી એક વખત મામલો રાજકીય રીતે ચર્ચાસ્પદ બન્યો હતો.

  1. Doctor Atul Chag Suicide Case : જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાને ગેરલાયક ઠેરવવાની ચગ પરિવારની માંગ
  2. Veraval Doctor Suicide: ડો. ચગ આત્મહત્યા કેસમાં પોલીસની કામગીરીથી લોહાણા સમાજ નારાજ, કલેક્ટરને આપ્યું આવેદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.