જૂનાગઢ: 5 માર્ચથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેને લઈને જૂનાગઢ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જૂનાગઢ અને કેશોદ એમ 2 ઝોનમાં સમગ્ર પરીક્ષાનુ સંચાલન કરવામાં આવશે. જેમાં ધોરણ 10 અને 12ના મળીને કુલ 56 હજાર 013 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સમગ્ર પરીક્ષા 33 કેન્દ્રમાં 187 બિલ્ડીંગ અને 1899 જેટલા બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી ધોરણ 10માં 101 બિલ્ડિંગ અને સામાન્ય પ્રવાહના 66 અને વિજ્ઞાન પ્રવાહમાં 20 બિલ્ડિંગને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.
આ વર્ષે તમામ પરીક્ષા કેન્દ્રો CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે. જેને કારણે પરીક્ષા દરમિયાન થતા કોપીકેસ ઉપર કાબૂ મેળવી શકાય અને વિદ્યાર્થીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.