ETV Bharat / state

જૂનાગઢમાં દિવ્યાંગ સાધન સહાય યોજનાના લાભાર્થીઓમાં અસંતોષની લાગણી, જાણો સમગ્ર મામલો - દિવ્યાંગ સંગઠન જૂનાગઢ

દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢમાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ સાધન મેળવ્યા બાદ પણ લાભાર્થીઓમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. શું છે દિવ્યાંગ લાભાર્થીઓનો આક્ષેપ અને માંગ, જાણો સમગ્ર મામલો...

દિવ્યાંગ સાધન સહાય યોજના
દિવ્યાંગ સાધન સહાય યોજના
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 4:38 PM IST

સાધન સહાય યોજનાના લાભાર્થીઓમાં અસંતોષની લાગણી

જૂનાગઢ : રાજ્યમાં દિવ્યાંગ વ્યક્તિ રોજગારી મેળવીને પગભર થઈ શકે તે માટે દિવ્યાંગ સાધન સહાય યોજના છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ લોકોને સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી. જોકે સાધન સહાયની સામગ્રીની ગુણવત્તાને લઈને દિવ્યાંગોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સરકાર દ્વારા જે ગુણવત્તાયુક્ત સાધન સહાયની જાહેરાત કરવામાં આવી, તેનાથી બિલકુલ વિપરીત હલકી ગુણવત્તાના સાધન હોવાનો આક્ષેપ છે.

દિવ્યાંગ સાધન સહાય યોજના : રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ આર્થિક રીતે પગભર થાય અને સ્વરોજગારી મેળવી શકે તે માટે દિવ્યાંગ સાધન સહાય યોજના શરુ કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગજનોને વિવિધ પ્રકારના સાધનની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત આજે જૂનાગઢ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પણ દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી. પરંતુ દિવ્યાંગ સાધન સહાય યોજનાના લાભાર્થીઓમાં અસંતોષની લાગણી જોવા મળી હતી.

આજે 50 લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી. નોંધાયેલા વિકલાંગોને તેમની માંગ અનુસાર રોજગારી માટે જે સાધન સહાય સરકારના ધારાધોરણ મુજબ ઉપલબ્ધ બને છે, તેની માંગ કરે તેવા દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવતું હોય છે. -- વસીમ સૈયદ (સમાજ સુરક્ષા અધિકારી, જૂનાગઢ)

લાભાર્થીઓમાં અસંતોષની લાગણી : આજે જૂનાગઢમાં કરવામાં આવેલી સાધન સહાયની ગુણવત્તા અતિ ખરાબ અને નબળી કક્ષાની હોવાના કારણે દિવ્યાંગ લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દિવ્યાંગ લાભાર્થીઓનો આક્ષેપ છે કે, સરકાર દિવ્યાંગ લોકો આર્થિક રીતે પગભર બને તે માટે સાધન સહાયની મોટી જાહેરાત કરે છે, પરંતુ વાસ્તવમાં સાધન સહાયનું વિતરણ થાય ત્યારે તેની ગુણવત્તા એકદમ નબળી હોય છે. ઉપરાંત સરકારે જાહેર કરેલ ધારાધોરણ મુજબથી બિલકુલ વિપરીત હોય છે.

લાભાર્થીઓનો આક્ષેપ અને માંગ
લાભાર્થીઓનો આક્ષેપ અને માંગ

આ પ્રકારના સાધન સહાય કરવાથી દિવ્યાંગજનોનું કોઈ પણ પ્રકારનું ભલું થઈ શકે તેમ નથી. જો સરકાર સાધન સહાય કરવા માગતી હોય તો તેની રકમ દિવ્યાંગજનોને પહોંચતી કરે. પરંતુ સરકારે જે સાધન સહાય આપી છે તે બિલકુલ હલકા પ્રકારની છે. -- રમેશ કોરાટ (પ્રમુખ, દિવ્યાંગ સંગઠન)

તંત્ર તરફી ખુલાસો શું ? આ અંગે જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વસીમ સૈયદે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં હાલ 12,000 ની આસપાસ દિવ્યાંગજનો નોંધાયેલા છે. જે પૈકી 50 જેટલા લાભાર્થીઓએ ગરમ અને ઠંડા પીણાંની સાથે અલ્પાહાર શરૂ થઈ શકે તે પ્રકારના સાધન સહાય વિતરણ માટે આવેદન આપ્યું હતું. તે મુજબ આજે તમામ 50 લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી. નોંધાયેલા વિકલાંગોને તેમની માંગને અનુસાર રોજગારી માટે જે સાધન સહાય સરકારના ધારાધોરણ મુજબ ઉપલબ્ધ બને છે, તેની માંગ કરે તેવા દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવતું હોય છે.

લાભાર્થીઓનો આક્ષેપ અને માંગ : આજે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સાધન સહાય વિતરણ કરવામાં આવી છે. તેને લઈને મોટાભાગના દિવ્યાંગોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તમામ સાધન સહાયની ગુણવત્તા બિલકુલ હલકી હોવાનો આક્ષેપ દિવ્યાંગ સંગઠનના પ્રમુખ રમેશ કોરાટે કર્યો છે. સરકાર પર આક્ષેપ કરતા તેઓએ કહ્યું કે, આ પ્રકારના સાધન સહાય કરવાથી દિવ્યાંગજનોનું કોઈ પણ પ્રકારનું ભલું થઈ શકે તેમ નથી. જો સરકાર સાધન સહાય કરવા માગતી હોય તો તેની રકમ દિવ્યાંગજનોને પહોંચતી કરે. તેમાંથી દિવ્યાંગો પોતાની અનુકૂળતા અને યોગ્યતાના આધારે સ્વરોજગારીનું નિર્માણ કરી શકે છે. પરંતુ સરકારે જે સાધન સહાય આપી છે તે બિલકુલ હલકા પ્રકારની છે.

  1. જૂનાગઢ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીની મતદાન પ્રક્રિયા યોજાઇ આવતીકાલે જાહેર થશે નવા પદાધિકારી
  2. જૂનાગઢ: મહિલાઓ માટે અનોખી સ્પર્ધાનું આયોજન, વસ્ત્ર પરિધાન સાથે તેને સંલગ્ન ભોજન બનાવવાની ચેલેન્જ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.