ETV Bharat / state

શિવરાત્રી મેળાને લઇને ગિરનાર ઉતારા મંડળની રજૂઆત

આગામી 8 માર્ચથી શરૂ થઈ રહેલા ગિરનારમાં આદિ-અનાદિ કાળથી યોજાતા આવતા મહા શિવરાત્રી મેળાને લઇને ગિરનાર ઉતારા મંડળે રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટરને પત્ર દ્વારા જાણ કરી છે કે, રાજ્ય સરકાર મેળાને લઇને શું વિચારી રહી છે.આ વર્ષે કોરોના સંક્રમણને કારણે મેળાનું આયોજન થશે કે, નહીં તેને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

author img

By

Published : Feb 13, 2021, 9:14 PM IST

શિવરાત્રી મેળાને લઇને ગિરનાર ઉતારા મંડળની રજૂઆત
શિવરાત્રી મેળાને લઇને ગિરનાર ઉતારા મંડળની રજૂઆત
  • ગિરનાર ઉતારા મંડળે જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારને શિવરાત્રી મેળાના આયોજન અંગે લખ્યો પત્ર
  • મહાશિવરાત્રી મેળાનું આયોજન થશે કે, નહીં તે અંગે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તાકીદે કોઈ નિર્ણય કરે
  • મહાશિવરાત્રી મેળાના આયોજનને લઇને રાજ્ય સરકાર જાહેર કરશે અંતિમ નિર્ણય

જૂનાગઢઃ આગામી 8 માર્ચથી શરૂ થઈ રહેલા ગિરનારમાં આદિ-અનાદિ કાળથી યોજાતા આવતા મહા શિવરાત્રી મેળાને લઇને ગિરનાર ઉતારા મંડળે રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટરને પત્ર દ્વારા જાણ કરી છે કે, રાજ્ય સરકાર મેળાને લઇને શું વિચારી રહી છે. આ વર્ષે કોરોના સંક્રમણને કારણે મેળાનું આયોજન થશે કે, નહીં તેને લઈને કોઈ નિર્ણય કરે તેવી માગ કરવામાં આવી છે. આમ કરવાથી અહીં આવતા શિવ ભક્તોને સમય રહેતાં જાણવા મળી શકે તેમ જ નાના ધંધા રોજગાર માટે રાહ જોઇને બેઠેલા રોજગાર વાંચ્છુઓ પણ મેળાના આયોજનને લઈને અનિશ્ચિતતા ભર્યા વાતાવરણમાં પોતાના ધંધા-રોજગારને અન્ય જગ્યા તરફ વાળવા તેને લઈને માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તાકીદે મેળાનું આયોજન થશે કે, નહીં તે અંગે સરકાર ખુલાસો કરે તેવી માગ કરવામાં આવી છે.

મહાશિવરાત્રી મેળાને લઇને અંતિમ નિર્ણયની કરાઇ માગ

આદિ-અનાદિ કાળથી ભવનાથને ગિરિ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થતું આવ્યું છે, ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને મેળાનું આયોજન થશે કે, નહીં તેને લઈને રાજ્ય સરકાર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તાકીદે નિર્ણય કરે તેવી ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા માગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર મેળાનું આયોજન કરવા માટે ઈચ્છી રહી છે કે, નહીં તેના અભિગમ પર સમગ્ર મેળાનું આયોજન નક્કી થતું હોય છે, ત્યારે હજુ સુધી રાજ્ય સરકારે મેળાના આયોજનને લઇને કોઇ નિર્ણય કર્યો નથી, ત્યારે રાજ્ય સરકાર તાકીદે મેળાનું આયોજન આ વર્ષે થશે કે, નહીં તે અંગે કોઇ અંતિમ નિર્ણય કરે તેવી માગ કરી છે.

રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના અભિગમ પર થતું હોય છે મેળાનું આયોજન

આદિ-અનાદિ કાળથી મહાશિવરાત્રીનો મેળો ભવનાથમાં આયોજિત થતો આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાને લઇને એક માસ કરતાં વધુ પૂર્વે મેળાના આગવા આયોજનને લઇને સાધુ સમાજ તેમજ મેળાની વ્યવસ્થાપન સાથે જોડાયેલા તમામ અગ્રણીઓ વચ્ચે સતત બેઠકનો દોર ચલાવવામાં આવતો હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શિવ ભક્તો મહાશિવરાત્રીના મેળામાં પહોંચતા હોય છે. આ વર્ષે 8 માર્ચના રોજ શિવરાત્રીના મેળાની ધજા બંધાવાની સાથે મેળો શરૂ થઈ શકે છે પરંતુ રાજ્ય સરકારે હજુ સુધી મેળાના આયોજનને લઇને કોઇ અંતિમ નિર્ણય કર્યો નથી જેના કારણે મેળાની વ્યવસ્થાપનમાં મહત્વનો ભાગ ભજવતા જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વન વિભાગ અને સમગ્ર મેળાનું આયોજન જેમના પર આધાર રાખતું હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.