ETV Bharat / state

કેરી બાદ જાંબુને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ, બજાર ભાવમાં તોતિંગ ઘટાડો - Decline in market price of Ravana

કોરોના વાઇરસે વંથલી અને જૂનાગઢ પંથકમાં પાકતા રાવણા (જાંબુ) સમગ્ર દેશમાં વધતી જતી માગ પર બ્રેક લગાવી છે. રાવણાની ખરીદી માટે સમગ્ર દેશમાંથી ગત વર્ષે વેપારીઓ આવ્યા હતા, પરંતુ આ વર્ષે દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ જૂનાગઢ આવીને રાવણાની ખરીદી કરી શક્યા નથી. જેના કારણે રાવણાના બજાર ભાવોમાં પ્રતિ કિલોએ 200 રૂપિયા સુધીનો મસ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોના વાઇરસનું ગ્રહણ કેરી બાદ રાવણા પર પણ મળ્યું જોવા

author img

By

Published : Jun 11, 2020, 4:40 PM IST

જૂનાગઢ : જિલ્લામાં અને વંથલી તાલુકા પંથકમાં પાકતી કેરીની સમગ્ર વિશ્વમાં માગ છે, ત્યારે આ જ વિસ્તારમાં બીજા ફળ તરીકે રાવણા (જાંબુ)ની પણ સમગ્ર દેશમાં ભારે માગ જોવા મળી રહી છે. રાવણાની ખરીદી માટે વેપારીઓ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાંથી જૂનાગઢ અને વંથલી પંથકમાં રાવણાની ખરીદી કરવા માટે આવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને કારણે વેપારીઓ નહીં આવતા રાવણાની બજારમાં ગત વર્ષની સરખામણીમાં પ્રતિ કિલોએ 200 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાવણાના ભાવમાં તોતિંગ ઘટાડો
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ રાવણાના બજાર ભાવમાં ભારે ઉછાળો આવશે તેવી આશાઓ ખેડૂતો રાખી રહ્યા હતા, પરંતુ કોરોના વાઇરસે ખેડૂતોની આશા પર જાણે કે પાણી ફેરવી દીધું છે. જૂનાગઢ અને વંથલી પંથકમાં પાકતી કેસર કેરીની સમગ્ર વિશ્વમાં આજે પણ માગ છે જેને લઇને આ વિસ્તારમાં કેરીની ખેતી સાથે અન્ય ફળ, પાકની પણ ખેતી ઘણા વર્ષોથી ખેડૂતો કરી રહ્યાં છે. કેરી બાદ આ વિસ્તારને એક નવી ઓળખ રાવણા એ અપાવી છે. જેની માગ સમગ્ર દેશમાં જોવા મળે છે.
ગ્રાફ
ગ્રાફ

વંથલી અને જૂનાગઢના રાવણાની અન્ય રાજ્યો પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિતના પૂર્વના રાજ્યોમાં ભારે માગ જોવા મળે છે. વંથલી પંથકમાં પાકતા રાવણા ખાસ કરીને તેના આકાર અને તેના સ્વાદને લઈને બધાથી અલગ તરી આવે છે. તેથી જ દિલ્હીના મોટા વેપારીઓ સીધા વંથલી આવીને એક મહિના સુધી રોકાણ કરે છે અને જ્યાં સુધી રાવણાની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી તમામ રાવણાની ખરીદી કરે છે જે બાદ રાવણાને દિલ્હી અને ત્યાંથી અન્ય રાજ્ય તેમજ વિદેશોમાં પણ મોકલવામાં આવે છે.

રાવણાના ભાવમાં તોતિંગ ઘટાડો
રાવણાના ભાવમાં તોતિંગ ઘટાડો

આ વર્ષે કોરોના વાઇરસને કારણે અન્ય રાજ્યોના એક પણ વેપારીઓ વંથલી આવ્યા નથી. જેને કારણે રાવણાના ભાવ ગત વર્ષ કરતા પ્રતિ કિલોએ 200 રૂપિયા જેટલા નીચા જોવા મળી રહ્યા છે. જેની વિપરીત અસરો ખેડૂતો પર પણ પડી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણાનો પાક પુષ્કળ પ્રમાણમાં આવ્યો છે, પરંતુ રાવણાના બજારભાવ તળીયા કરતાં પણ વધુ નીચા આવી જતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.