ETV Bharat / state

હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ આવતા ફફડાટઃ ગીરના પ્રાણી સંગ્રહાલયો બંધ રાખવા વનવિભાગનો આદેશ - gir corona lion

હૈદરાબાદના જવાહરલાલ નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં એક સાથે 8 જેટલા સિંહોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ, ગીર વિસ્તારના તમામ પ્રાણી સંગ્રહાલય તેમજ સાસણ દેવળિયા અને આંબરડી સફારી પાર્કની તકેદારી અને સાવચેતીના ભાગરૂપે પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વનવિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાને કારણે ગીરના રાષ્ટ્રીય ઉદ્યાનો અને પ્રાણી સંગ્રહાલયો બંધ કરવા વનવિભાગનો નિર્ણય

author img

By

Published : May 5, 2021, 6:25 PM IST

Updated : May 5, 2021, 7:40 PM IST

  • હૈદરાબાદમાં 8 સિંહ કોરોના સંક્રમિત સામે આવતા વનવિભાગનો મહત્વનો નિર્ણય
  • વનવિભાગે તકેદારીના ભાગરૂપે રાષ્ટ્રીય ઉદ્યાનો અને પ્રાણી સંગ્રહાલયો કર્યા બંધ
  • કોરોનાને કારણે રાષ્ટ્રિય ઉદ્યાનો અને સંગ્રહાલયને બંધ રાખવાના નિર્ણયને આવકારતા પશુ તબીબો

જૂનાગઢ: હૈદરાબાદના જવાહરલાલ નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં એક સાથે 8 જેટલા સિંહોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સંગ્રહાલયમાં હડકંપ મચી જવા પામ્યો છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં સિંહ કોરોના સંક્રમિત થતા જિયોલોજિકલ પાર્કને તાકીદે બંધ કરી દેવામાં આવ્યા બાદ, સિંહોને સઘન દેખરેખ નીચે રાખવામાં આવ્યા છે. હૈદરાબાદના જે સિંહો કોરોના સંક્રમિત આવ્યા છે તે ગીર વિસ્તારમાંથી મોકલવામાં આવ્યા હતા. ત્યારે, સમગ્ર ઘટનાને લઇને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર વિસ્તારના તમામ પ્રાણી સંગ્રહાલય તેમજ સાસણ, દેવળિયા અને આંબરડી સફારી પાર્કની તકેદારી અને સાવચેતીના ભાગરૂપે પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વનવિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આથી, આ નિર્ણયને જૂનાગઢના ખાનગી પશુ તબીબો આવકારદાયક માની રહ્યા છે. આ નિર્ણયથી જંગલ વિસ્તારમાં સંભવિત કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે ખૂબ મોટી મદદ મળી શકે તેમ છે.

કોરોનાને કારણે ગીરના રાષ્ટ્રીય ઉદ્યાનો અને પ્રાણી સંગ્રહાલયો બંધ કરવા વનવિભાગનો નિર્ણય

આ પણ વાંચો: હૈદરાબાદના નહેરુ ઝૂ પાર્કમાં 8 સિંહોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

પ્રાણી સંગ્રહાલયને બંધ રાખવાના નિર્ણયને તબીબોએ આવકાર્યો

હૈદરાબાદમાં આવેલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં 8 જેટલા સિંહો એક સાથે કોરોના સંક્રમિત આવ્યા છે. જેને લઇને તકેદારીના ભાગરૂપે ગીર વિસ્તારમાં આવેલા સાસણ, દેવળીયા અને આંબરડી સફારી પાર્ક તેમજ જૂનાગઢમાં આવેલું એશિયાનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય અને તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલું ગીર નેચર સફારીને તાકીદના ધોરણે તમામ પ્રકારના પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વનવિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. વનવિભાગના આ નિર્ણયને જૂનાગઢના પશુ તબીબો આવકારી રહ્યા છે. વધુમાં જણાવી રહ્યા છે કે, તકેદારીના ભાગરૂપે વનવિભાગે તમામ રાષ્ટ્રીય ઉદ્યાનો અને પાણી સંગ્રહાલયનો બંધ રાખવાનો જે નિર્ણય કર્યો છે તે ખરેખર ઉચિત નિર્ણય છે. આવા નિર્ણયોથી જ કોરોના વાઇરસ જંગલમાં પ્રસરતો અટકાવી શકાશે.

કોરોના વાઇરસ સતત પરિવર્તિત હોવાથી વૈજ્ઞાનિકો હજુ સુધી જાણી શક્યા નથી

ભારતમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે, પ્રથમ તબક્કાની સામે બીજા તબક્કામાં દર્દીઓના મોતનો આંકડો ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં, કોરોના વાઇરસે પોતાનું-મ્યુટેશન બદલ્યું હોવાને કારણે સંક્રમણ વધ્યું હોવાનો એક મત તબીબો જણાવી રહ્યા છે. પરંતુ, હજુ સુધી કોરોનાના ચોક્કસ મ્યુટેશનને લઈને વિશ્વના કોઈ પણ દેશ પાસે વૈજ્ઞાનિક ઢબે સચોટ કે પૂરતી માહિતી પ્રાપ્ત નથી.

કોરોનાને કારણે રાષ્ટ્રીય ઉદ્યાનો અને પ્રાણી સંગ્રહાલયો બંધ કરવા વનવિભાગનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 12,121 દર્દીઓ થયા સ્વસ્થ

કોરોના મનુષ્યથી વન્ય જીવોમાં પ્રવેશ પામ્યો

ભારતમાં છેલ્લા 15 મહિનાથી કોરોના સંક્રમણ સતત જોવા મળી રહ્યું છે. કોરોના વાઇરસથી ખુબ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત બની રહ્યા છે. આ સાથે, કેટલાક હતભાગી જીવો મોતને ભેટી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને હળવાશથી લેવો બિલકુલ ખતરાથી ખાલી નહીં હોવાનું તબીબો માની રહ્યા છે. હાલ, મનુષ્યથી વન્ય પ્રાણીઓમાં સંક્ર્મણ ફેલાયું છે તેવો એક પણ આધારભૂત કિસ્સો સમગ્ર વિશ્વમાં સામે આવ્યો નથી. પરંતુ, જે પ્રકારે હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાં સિહો કોરોના સંક્રમિત સામે આવ્યા છે તે બાબત ખૂબ જ ચિંતાજનક છે. એટલા માટે તમામ પ્રકારની તકેદારી એ જ કોરોના સંક્રમણ સામે એકમાત્ર ઉપાય હોવાનું વર્તમાન સમયમાં તબીબો જણાવી રહ્યા છે.

પાછલા કેટલાંક વર્ષોથી શ્વાનમાં કોરોના વાઇરસ જોવા મળે છે

પાછલા કેટલાક વર્ષોથી કોરોના વાયરસ શ્વાનમાં જોવા મળી રહ્યો છે. આ વાઇરસની જૂની રસી પણ બજારમાં મળી રહી છે. જેને કારણે, શ્વાનોમાં જોવા મળતો કોરોના વાઇરસ હાલ મહદંશે કાબૂમાં જોવા મળે છે. કોરોના વાઇરસ પ્રાણીથી પ્રાણીમાં ફેલાતો હોય તેવા કિસ્સાઓ જોવા મળતા નથી. પરંતુ, વાત જ્યારે જંગલના રાજા સિંહની હોય અને તે પણ એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં જોવા મળતા હોય આવી પરિસ્થિતિમાં મામલો ખૂબ જ ગંભીર બની જાય છે. સિંહને પારિવારિક પ્રાણી માનવામાં આવે છે. તેમજ, સિંહ મોટાભાગે માનવ વસાહતોની આસપાસ અને તેની વચ્ચે વર્ષોથી જીવી રહ્યા છે. આ સાથે, સિંહોની સંખ્યામાં દર વર્ષે વધારો પણ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં, કોરોના જેવા ગંભીર વાઈરસને હળવાશથી લેવો જોખમને નિમંત્રણ આપવા જેવું છે.

આ પણ વાંચો: ગીર સોમનાથ જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા 144 કેસ નોંધાયા

કોઈ પણ પ્રકારની બેદરકારી વન્યજીવોને ખૂબ મોટી મુશ્કેલીમાં મૂકી શકે

શ્વાનમાં જોવા મળતો કોરોના વાઇરસ ગેસ્ટ્રીક વાઇરસ તરીકે ઓળખાયો છે. ત્યારે, એક વર્ષ અગાઉ આવેલા કોરોના વાઇરસ માનવ શરીરમાં શ્વસનતંત્રને લઈને એટલે કે, રેસ્પિરેટરિ વાઇરસ તરીકે ઓળખાઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં, આ વાઇરસ મનુષ્યથી અન્ય વન્ય જીવોમાં ફેલાઈ શકે કે કેમ તેને લઈને સંશોધનો થઈ રહ્યા હશે. પરંતુ, જ્યાં સુધી આ વાઈરસનું પરિવર્તન ચોક્કસ જાણી ન શકાય ત્યાં સુધી વાઇરસને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી વન્યજીવોને ખૂબ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અગાઉ, ગીરના જંગલમાં કેટલાક સિંહો CBV વાઇરસથી મોતને ભેટ્યા હતા. જે માટે અમેરિકાના તબીબોની પણ મદદ લેવી પડી હતી. ત્યારે, હવે આ અજાણ્યા દુશ્મન એવા કોરોના વાઇરસને હળવાસથી લેવો તે વન્યજીવ માટે ખુબ જ ખતરનાક બની શકે છે. આથી, વનવિભાગે રાષ્ટ્રીય ઉદ્યાનો અને પ્રાણી સંગ્રહાલયને બંધ રાખવાનો નિર્ણય કર્યા છે. આ ઉપરાંત, કોરોના વાઇરસને જંગલ અને વન્ય પ્રાણીઓમાં ફેલાતો અટકાવવા માટે આગામી દિવસોમાં ખુબ જ મદદરૂપ સાબિત થશે.

Last Updated : May 5, 2021, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.