ETV Bharat / state

વડાપ્રધાન મોદીના દિપ જલાઓ આહ્વાનને પગલે જૂનાગઢમાં દીવડાનું વેંચાણ - gujrat in corona

આજે રાત્રીના 9 કલાકે વડાપ્રધાન મોદીના દિપ જલાઓ આહ્વાનને પગલે જૂનાગઢમાં વિવિધ દિવડાઓનું વહેચાણ થઇ રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદીના દિપ જલાઓ આહ્વાનને પગલે જૂનાગઢમાં દીવડાનું વેચાણ

author img

By

Published : Apr 5, 2020, 4:39 PM IST

Updated : Apr 5, 2020, 4:52 PM IST

જૂનાગઢઃ વડાપ્રધાન મોદી દ્વારા આજે રાત્રીના 9 કલાકે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં કોરોના વાઇરસ સામે લડવા દીપ પ્રાગટ્ય કરવાનું આહ્વાન કર્યું હતું. જેને લઇને જૂનાગઢની બજારમાં વિવિધ દિવડાનુ વેંચાણ થઇ રહ્યું છે અને ખાસ કરીને મહિલાઓ આ દીવડાઓની ખરીદીમાં અગ્રેસર બનતી જોવા મળી હતી.

પ્રધાનમંત્રી મોદીના દિપ જલાઓ આહ્વાનને પગલે જૂનાગઢમાં દીવડાનું વેચાણ
પ્રધાનમંત્રી મોદીના દિપ જલાઓ આહ્વાનને પગલે જૂનાગઢમાં દીવડાનું વેચાણ
કોરોના વાઇરસ સામે સમગ્ર દેશ એકજુટ થઇને આજે લોકડાઉનની સ્થિતિ વચ્ચે અગિયારમાં દિવસે લડી રહ્યો છે. જનતા કરફ્યૂ બાદ સાંજના 5:00 ભારત વર્ષના દરેક ઘર અને તેની બાલ્કનીમાં થાળી, વેલણ અને ઝાલરોના ઘંટારવથી રણકી ઊઠી હતી, તે સમયે કોરોના વાઇરસ સામે જે પ્રકારે દેશમાં એકતાના દર્શન થયા હતા. ત્યારબાદ બે દિવસ પછી સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે આ લોકડાઉનના 11મા દિવસે પ્રધાનમંત્રી મોદીના આહ્વાનને પગલે રાત્રીના 9 કલાકે દેશનું દરેક ઘર દિવડાઓથી પ્રજવલ્લીત થતું જોવા મળશે.

વડાપ્રધાન મોદીના આહવાને પગલે આજે જૂનાગઢની બજારોમાં વિવિધ પ્રકારના દીવડાઓનું વહેચાણ થતું જોવા મળ્યું હતું. આજે જૂનાગઢની બજારોમાં દીવડાઓની ખરીદીના મહિલાઓએ વિશેષ પ્રકારે તેમનો ઉત્સાહ દર્શાવ્યો હતો. સામાન્ય દિવસોમાં અને ભારતીય હિંદુ પરંપરા મુજબ દીવડાને દિપાવલી અને નવરાત્રિમાં ખાસ મહત્વ આપવામાં આવતું હોય છે. નોરતાના નવ દિવસ અને દીપાવલીના પાંચ દિવસનો તહેવાર હિન્દુ ધર્મમાં દરેક ઘર દીવડાઓની રોશનીથી ઝગમગતા હોય છે. આ સમયમાં દરેક ઘરમાં દીવડાને પગટાવવાનો ખાસ મહત્વ હોય છે. પરંતુ જે પ્રકારે કોરોના-સમગ્ર વિશ્વની સાથે હવે ભારત અને ગુજરાતમાં પણ ચિંતા પ્રેરે તે પ્રકારે આગળ વધી રહ્યો છે.

વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોના વાઇરસ સામેની લડાઈમાં સમગ્ર દેશ એક જૂથ છે અને રાષ્ટ્રીય શક્તિના સહારે કોરોના જેવી વૈશ્વિક મહામારીને મહાત કરવામાં ભારતને સફળતા મળશે. તેવો આશાવાદ વડાપ્રધાન મોદી રાખી રહ્યા છે, ત્યારે દેશના સર્વોચ્ચ નેતાની આ પ્રકારની વિચારધારાને જૂનાગઢમાં પણ હવે સમર્થન મળી રહ્યું છે. આજે રાત્રીના 9 કલાકે સમગ્ર દેશની સાથે જૂનાગઢનું પ્રત્યેક ઘર દીપ જ્યોતિથી પ્રજ્વલિત થતું જોવા મળશે અને આજ દીપ જ્યોતિની તાકાત કોરોના વાઇરસને ભારતમાંથી નિર્મૂળ કરવા માટે શક્તિ પ્રદાન કરશે. જેને લઈને આજે જૂનાગઢમાં નવરાત્રી અને દિવાળીના તહેવાર ન હોવા છતાં પણ દીવડાઓનુ વહેચાણ થતું જોવા મળી રહ્યું હતું.

Last Updated : Apr 5, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.