ETV Bharat / state

સાવધાન..! તમારા હાથમાં રહેલી ચલણી નોટ ઝેરોક્ષ કરેલી પણ હોઈ શકે - Duplicate Currency in Junagadh

જૂનાગઢ પોલીસે ચલણી નોટોના ય(Currency Notes in Junagadh) ઝેરોક્ષ કરવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. રાજકોટની બે મહિલા અને એક પુરુષની અટકાયત કરી છે.

સાવધાન..! તમારા હાથમાં રહેલી ચલણી નોટ ઝેરોક્ષ કરેલી પણ હોઈ શકે

author img

By

Published : Mar 22, 2022, 11:13 AM IST

Updated : Mar 22, 2022, 11:41 AM IST

જૂનાગઢ : જૂનાગઢ પોલીસે ભારતીય ચલણી નોટોની ઝેરોક્ષ કરીને તેને બજારમાં વટાવવાના કારસ્તાનનો (Currency Notes in Junagadh) પર્દાફાસ કર્યો છે. SOG પોલીસ દ્વારા ભારતીય બનાવટની નોટને ઝેરોક્ષ (Duplicate Currency in Junagadh) કરીને તેને બજારમાં ફરતી કરવાના આરોપસર ચાર જેટલા વ્યક્તિઓને પકડી પાડ્યા છે.

આ પણ વાંચો : Duplicate Marksheet Scam Ankleshwar: અંકલેશ્વરમાં બોગસ માર્કશીટ અને ચલણી નોટો છાપવાનું કૌભાંડ, SOGએ 2 ભેજાબાજોને ઝડપ્યા

નોટ રાજકોટમાંથી મળી - સમગ્ર મામલો ભવનાથના શિવરાત્રી મેળા દરમિયાન બહાર આવ્યો હતો. આ સમયે એક વ્યક્તિ પાસેથી 500 રૂપિયાની ચલણી નોટની ઝેરોક્ષ ભવનાથ PSI ચુડાસમાને બાતમીને આધારે મળી હતી. 500 રૂપિયાની ઝેરોક્ષ નોટની (Xerox of Currency Notes) સાથે પકડાયેલા વ્યક્તિની પુછપરછ કરતાં આ નોટ તેને રાજકોટમાંથી મળી હોવાની વિગતો આપી હતી.

તાંત્રિક વિધિમાં નોટોનો વરસાદ - શિવરાત્રી મેળા દરમિયાન પોલીસે નરેન્દ્ર રામોલિયાની પૂછપરછ કરી હતી. જેમાં ઝેરોક્ષ કરીને ચલણી નોટો ઘૂસાડવાનું કારસ્તાનની વિગતો મળી હતી. તે મુજબ રાજકોટમાં (Wrong Currency Notes in Rajkot) રહેતા સુશીલા રાઠોડને ત્યાં જૂનાગઢ SOG એ રેડ કરતા અહીંથી ઝેરોક્ષ કરેલી 42 ચલણી નોટ તેમજ 199 જેટલી વધુ ઝેરોક્ષ નકલ પ્રાપ્ત થઈ હતી.

આ પણ વાંચો : Shree On Nepal's currency: નેપાળની ચલણી નોટો પર આજે પણ જોવા મળે છે શ્રીનું પ્રતીક

જામનગરથી ટેકનીક અને શિખામણ - પોલીસે સુશીલા રાઠોડની પૂછપરછ કરતા તેમને જામનગરની પારુલ નામની મહિલાએ ચલણી નોટોને ઝેરોક્ષ કરવાની ટેકનીક અને શિખામણ આપી હોવાની વિગતો બહાર આવે છે. આ ચલણી નોટોની ઝેરોક્ષ (Currency Notes in Rajkot) કરવા પાછળ પકડાયેલા આરોપીઓ એવું કારણ દર્શાવી રહ્યા છે કે, તેઓ આર્થિક દેવામાં ડૂબી ગયા હતા. માટે તેનાથી દૂર થવા તાંત્રિક વિધિ માટે ચલણી નોટોનો વરસાદ કરવા માટે નોટ ઝેરોક્ષ કરી હોવાનું કબુલાત આપી હતી. સમગ્ર મામલામાં દ્વારકાનો ભીખુ રાઠોડ, રાજકોટના ભાવેશ મકવાણા અને નીતિન પટેલ નામના આરોપીના નામ સામે આવ્યા છે, તેની સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Mar 22, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.