જૂનાગઢ: જિલ્લાના વિસાવદર તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદના કારણે કપાસના પાકનું વાવેતર નિષ્ફળ ગયું છે. જેના કારણે ખેડૂતોને વધુ આર્થિક નુકસાની ભોગવવાનો વાળો આવ્યો છે. જગતનો તાત હવે કપાસના પાકને પોતાના ખેતરમાંથી દૂર કરી રહ્યો છે.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પણ અતિભારે વરસાદ પડયો હતો. જેના કારણે કેટલાક ગામોમાં કપાસ અને મગફળીના પાક પર વિપરીત અસર થઇ હતી.
- રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન
- વિસાવદરમાં કપાસના પાકનું વાવેતર નિષ્ફળ
- ખેડૂતોએ કપાસના પાકને ખેતરમાંથી દૂર કર્યો
જૂનાગઢના વિસાવદર તાલુકાના નવી ચાવંડ ગામના કેટલાક ખેતરમાં કપાસનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે. ખેડૂતોએ પોતાના ખેતરમાંથી કપાસનો પાક ઉખેડી ફેંકવાની તૈયારીઓ શરૂ કરી છે. હાલ જે પ્રકારે ચોમાસુ પૂર્ણ થવાની આરે છે, ત્યારે આવા સમયમાં નુકસાનીનો પાક ખેતરમાં વધુ જોવા મળે તેના કરતાં શિયાળુ પાકના વાવેતરની તૈયારી કરવાનું ખેડૂતો વધુ યોગ્ય લાગી રહ્યું છે. જેના કારણે કપાસના પાકને ખેતરમાંથી ઉખેડી ફેકવાનું વિસાવદર પંથકના કેટલાક ગામોના ખેડૂતો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વાળો આવ્યો છે.